Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ફરી એકવાર સાથે ચમકશે શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા

મુંબઇ:સતત એક હિટ ફિલ્મ માટે અથાક પુરુષાર્થ કરી રહેલા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને એકતા કપૂરે ઠગના રોલ માટે સાઇન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.   અગાઉ સિદ્ધાર્થે એકતા કપૂરની એક વિલન ફિલ્મ કરી હતી જેનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યું હતું અને એમાં એની હીરોઇન શ્રદ્ધા કપૂર હતી. એ ફિલ્મ હિટ નીવડી હતી. હાલ એકતા એની સિક્વલની તૈયારી કરી રહી છે અને એ માટે બીજા ડાયરેક્ટરની તલાશમાં છે કારણ કે મોહિત પાસે હાલ તારીખો ફાજલ નથી. અત્યારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાનમાં ઠગનો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેેશન વિજય કૃષ્ણ આચાર્ય કરી રહ્યા છે. એકતા જે ફિલ્મનું પ્લાનિંગ કરી રહી હોવાનું કહેવાય છે એમાં સિદ્ધાર્થ એવા ઠગનો રોલ કરશે જે ભાવિ દૂલ્હાનું અપહરણ કરીને એને ફરજિયાત અન્યત્ર પરણાવી દે છે. આ ફિલ્મમાં પણ શ્રદ્ધા કપૂર એની હીરોઇન હશે એવી જાણકારી પણ મળી હતી.
 

(4:45 pm IST)