Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

નવદીપ સિંઘની ફિલ્મમાં સૈફ અલી ખાન ઈન, આર.માધવન આઉટ

મુંબઇ: ફિલ્મ સર્જક નવદીપ સિંઘે પોતાની આગામી ફિલ્મ માટે આર માધવનને સાઇન કર્યો હતો પરંતુ માધવન હાલ ખભાની ઇજાની સર્જરી પછી આરામમાં હોવાથી હાલ ફિલ્મ શરૃ કરી શકે એમ નહોતો એટલે એણે નવદીપને એવી વિનંતી કરી હતી કે તમને ઉતાવળ હોય તોબીજો કલાકાર લઇ શકો છેા. નવદીપે સૈફ અલી ખાનને સાઇન કર્યો હતો અને ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારી છે. સૈફ આમેય કાળિયારના કેસ માટે રાજસ્થાનમાં હતો. એ શૂટિંગના સ્થળે પહોંચી ગયો હતો. નવદીપે સિનિયર અભિનેતા અનિલ કપૂરને પણ સાઇન કર્યો હતો. આર માધવન પઠાણનો રોલ કરવાનો હતો એ રોલ હવે સૈફ અલી ખાન કરી રહ્યો છે. વાત એવી છે કે પોતે બાળક હતો ત્યારે પોતાના પરિવારની હત્યા કરી નાખનાર સામે યુવાન થયા બાદ પઠાણ બદલો લે છે. આ ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ પણ બળકટ હશે એવું જાણવા મળ્યું હતું. હાલ અનિલ કપૂર સલમાન ખાન સાથે રેમો ડિસોઝા નિર્દેશિત ફિલ્મ રેસ થ્રીના કામમાં બીઝી છે. રેસ થ્રીનું એનું કામ પૂરું થશે ત્યારબાદ એ નવદીપની ફિલ્મ કરી શકશે.
 

(4:44 pm IST)