Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

અર્જુન રેડ્ડીની તમિલ ફિલ્મની રીમેકમાં નજરે પડશે અર્જુન કપૂર

મુંબઇ:અભિનેતા અર્જુન કપૂરે  અશ્વિન વર્દેની અર્જુન રેડ્ડી ફિલ્મ માટે હા પાડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. અર્જુન રેડ્ડી તેલુગુ ભાષાની સુપરહિટ ફિલ્મ હતી જેની હવે હિન્દીમાં રિમેક બનાવાશે. આ ફિલ્મના ડાયરેક્ટર તરીકે ઓરિજિનલ તેલુગુ ફિલ્મના ડાયરેક્ટરને લેવાની નિર્માતાની ઇચ્છા હોવાનું કહેવાય છે. જો કે અર્જુન કપૂરનવી ઇચ્છા તેવરના ડાયરેક્ટર અમિત શર્માને આ ફિલ્મના ડાયરેક્ટર તરીકે લેવાની છે. અમિતે તાજેતરમાં આયુષમાન ખુરાના અને દંગલ ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને લઇને બધાઇ હો ફિલ્મ પૂરી કરી હતી. અર્જુન અને અમિત શર્મા વચ્ચે ગજબનો મનમેળ છે એટલે અર્જુને નિર્માતાને વિનંતી કરી હતી કે અમિત શર્માને તક આપો. જો કે નિર્માતા અશ્વિન વર્દે અને મુરાદ ખેતાણીની ઇચ્છા અર્જુન રેડ્ડીના મૂળ ડાયરેક્ટરને લેવાની છે જેથી મૂળ જેવો જ ઊઠાવ હિન્દી રિમેકમાં પણ આવે. જો કે જાણકાર સૂત્રો કહે છે કે વહેલા મોડા નિર્માતાઓ અર્જુન કપૂરની વિનંતી સ્વીકારી લે એવી શક્યતા છે. સાથોસાથ અમિત શર્માને તાકીદ કરાશે કે મૂળ જેવીજ ફ્લેવર હિન્દીમાં આવે એ જોજો.

(4:43 pm IST)