Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આઠ વર્ષ પછી અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય એક સાથે

અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય આઠ વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. રજનીકાંતની ફિલ્મ ૨.૦માં અક્ષય કુમાર ઉપરાંત ઐશ્વર્યા રાય પણ જોવા મળશે. જો કે ઐશ્વર્યા ટૂંકા છતાં શાનદાર રોલમાં હશે. ઐશ્વર્યાએ અગાઉ રજનીકાંત સાથે રોબોટમાં કામ કર્યુ હતું. આ ફિલ્મ રોબોટની સિકવલ હોઇ જેથી ઐશ્વર્યાને પણ રોલ મળ્યો છે. રજનીકાંતે ડો. વસીગરન અને ચિટ્ટી રોબોટની ભૂમિકા નિભાવી હતી. ઐશ્વર્યા તેમાં સનાના રોલમાં હતી. ૨.૦માં અક્ષય કુમાર વિલન બન્યો છે. તે આઠ વર્ષ પછી ઐશ્વર્યા સાથે ફરી જોવા મળશે. આ ફિલ્મમાં હીરોઇનનો રોલ એમી જેકસનને અપાયો છે. ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની શકયતા છે. સંગીત એ.આર. રહેમાનનું છે. ફિલ્મમાં વીએફએકસનો ભરપુર ઉપયોગ કરાયો છે. આ સાયન્સ ફિકશન ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(9:48 am IST)