Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

બાહુબલી પ્રભાસને વિમાની મથકે મહિલાએ થપ્પડ મારી

મુંબઇઃ બાહુબલી પ્રભાસ સાથે એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના બની ગઈ છે. પ્રભાસની એક મહિલા ફેને પહેલા તેમને સાથે ફોટો પડાવ્યો અને પછી તેમના ગાલ પર થપ્પડ મારીને દોડી ગઈ.

પ્રભાસને ફેને આ થપ્પડ ગુસ્સામાં નહીં પરંતુ પ્રેમથી માર્યો. પહેલા તો પ્રભાસ પણ ચોંકી ગયા પરંતુ જ્યારે બીજા લોકો હસવા લાગ્યા તો તે પણ હસતા હસતા આગળ જતા રહ્યા. પ્રભાસ એરપોર્ટ પર જોવા મળ્યા જ્યાં તે પોતાની ફ્લાઈટ પકડવા આવ્યા હતા.

પ્રભાસ જ્યારે એરપોર્ટથી જઈ રહ્યા હતા ત્યારે એક ફિમેલ ફેને આગળ આવીને તેમની સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રભાસે જ્યારે તેમની સાથે ફોટો પડાવ્યો તો યુવતી એટલી ખુશ થઈ ગઈ કે ઉછળવા લાગી અને પછી જતા જતા તેણે પ્રભાસના ગાલ પર થપ્પડ મારી દીધી.

એરપોર્ટ પર પોતાની ક્રેઝી ફેનની આ હરકતથી ચોંકી ગયેલા પ્રભાસ પહેલા તો હસ્યા પછી ચૂપચાપ પોતાના ગાલને પંપાળતા આગળ વધી ગયા.  જો કે  પ્રભાસ એ સમજી ગયા કે વાસ્તવમાં આ એક મજાક અને ફેન્સનો  પ્રેમ છે. એટલા માટે પછી જ્યારે ફેને તેમને રોક્યા તો તે રોકાયા અને બીજા લોકો સાથે પણ ફોટા પડાવવા લાગ્યા. આ દરમિયાન બીજા લોકો પણ હસી મજાક કરતા જોવા મળ્યા. પ્રભાસ હાલ પોતાની આવનારી ફિલ્મ સાહોની શૂટિંગમાં વ્યસ્ત છે. ત્રણ માર્ચના રોજ સાહોનું બીજુ ટીઝર રિલીઝ થયુ છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. બંને આ ફિલ્મમાં ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે. ફિલ્મ આ વર્ષે ૧૫ ઓગસ્ટ પર રિલીઝ થશે. લગભગ ૨૫૦ કરોડના બજેટમાં આ ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગુમાં બની રહી છે.

(12:05 pm IST)