Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

મે સલમાન ખાનની મારપીટ, બૂમાબૂમ બધુ સહ્યુ છે' : એશ

નવીદિલ્હીઃ આજકાલ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ચર્ચા ફરીથી એકસાથે થઈ રહી છે જેનુ કારણ છે સંજય લીલા ભણશાળીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ ૨. જો કે આવી કોઈ ફિલ્મ છે એના પર અમને શંકા છે પરંતુ  ચર્ચા છે. આ સાથે બીજી ચર્ચા હતી આ ફિલ્મથી ઐશ્વર્યા રાયના જોડાવાની કે જે એકદમ પાયાવિહોણી લાગી રહી છે. આનુ સીધુ કારણ છે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો ઈતિહાસ. સારો ઈતિહાસ નહિ ખરાબ ઈતિહાસ. જે રીતે સંબંધોનો અંત થયો કોઈ ક્યારેય એવુ નહિ ઈચ્છે. એશ જ્યારે પહેલી વાર ખુલીને મીડિયા સામે આવી તો તેણે કબૂલ કર્યુ હતુ કે સલમાન તેની સાથે ઝઘડો કરતા હતા, મારપીટ કરતા હતા અને આગલા દિવસે તે એવી રીતે સેટ પર આવતી હતી જાણે કે કંઈ થયુ જ નથી.વળી બીજી તરફ જ્યારે તે રિલેશનશીપમાં હતી તો એકવાર તે ફિલ્મફેરના એક ઈવેન્ટમાં કાળા ચશ્મા પહેરીને પહોંચી અને બધાઓ અનુમાન લગાવ્યુ કે તે કોઈ મારપીટના નિશાન છૂપાવી રહી છે. ઐશ્વર્યા રાયનો અત્યાર સુધીનો સૌથી વિસ્ફોટક ઈન્ટરવ્યુ હતો સલમાન ખાનના હિટ એન્ડ રન કેસથી એક કે બે દિવલ પહેલા. જાણો આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાયે સલમાન એશ સલમાનના કોઈ ફોનનો જવાબ નહોતી આપી રહી. એવામાં સલમાન રાતે ૨ વાગે આવ્યા અને તેમના અપાર્ટમેન્ટનો દરવાજો ખખડાવવા લાગ્યા. તેમણે દરવાજો ના ખોલવા પર કૂદી જવાની ધમકી પણ આપી હતી.

એશે સલમાનની વાતનો કોઈ જવાબ ન આપ્યો તો સલમાન ત્યાં સુધી દરવાજો પીટતા રહ્યા જ્યાં સુધી લોહી ન નીકળવા લાગ્યુ. આગળ કોઈ સીન ના થાય એટલા માટે એશે દરવાજો ખોલ્યો પરંતુ આગલા દિવસે જ તેમના પિતાએ સલમાન ખાન સામે એફઆઈઆર નોંધાવી. એશે કહ્યુ કે તેમણે સલમાન માટે બધુ કર્યુ. તે માત્ર ૨૧ વર્ષની હતી પરંતુ તેમછતાં સલમાન માટે પોતાની ફેમિલીથી અલગ બીજુ એપાર્ટમેન્ટ લઈને રહેવા લાગી. એશની માનીએ તો સલમાન ખાન સાથે તેમનો ઝઘડો સોમી અલી માટે થયો હતો. એશને કહ્યા વિના સલમાન, સોમીની મદદ કરવા યુએસ જતા રહ્યા હતા. તેમના પિતા બિમાર હતા અને મદદની જરૂર હતી. એશે કહ્યુ કે તેમનાથી એ ત્યારે સહન ન થયુ જ્યારે સલમાને પોતે કબૂલ કર્યુ કે તે એમને છેતરી ચૂક્યા છે. તે કોઈ બીજા સાથે પણ હતા. ત્યારબાદ એશે તેમને છોડવાનો નિર્ણય કર્યો.

એશે માન્યુ કે આ રિલેશનશીપમાં તેમણે પોતાનું ૧૦૦ ટકા આપ્યુ. તેમના પરિવાર સાથે રહી પરંતુ બદલામાં તેમને ચીટર કહેવામાં આવ્યા અને તેમના દરેક કો સ્ટાર સાથે તેમનુ નામ જોડવામાં આવ્યુ.એશે એ પણ કહ્યુ કે આ રિલેશનશીપને બચાવવા માટે તેમણે બધુ સહન કર્યુ છે - સલમાનનો ગુસ્સો, તેમની બૂમાબૂમ, મારપીટ, આરોપ લગાવવા. જ્યારે કે તે પોતે તેને છેતરી રહ્યા હતા.એશે માન્યુ કે તેમણે સલમાનને કૉલ કરવાનું બંધ કરી દીધુ હતુ પરંતુ તે માનતા નહોતા. તેમના સેટ પર તમાશો કરતા હતા અને તેમના પર અફેરનો આરોપ લગાવતા હતા. તેમણે પોતાની ઈજ્જત બચાવવાનું યોગ્ય માન્યુ. હવે આ સ્થિતિમાં ઐશ્વર્યા અને સલમાનની સાથે આવવાના સમાચારો તો અફવાઓની અફવાઓ લાગે છે. હા, સંજય લીલા ભણશાળીએ બે અલગ અલગ ફિલ્મો માટે સલમાન અને ઐશ્વર્યાને અપ્રોચ જરૂર કર્યા છે.

(12:04 pm IST)
  • ઇથોપિયન એરલાઇન્સનું વિમાન તૂટી પડ્યું તેમાં, ૪ ભારતીય નાગરિકોના મોત થયા છે.. : આ તૂટી પડેલ બોઇંગ 737 માં ૩૦થી વધુ દેશના મસાફરો હતા. સૌથી વધુ ૩૨ નાગરિક કેન્યાના, ૧૮ કેનેડાના, ૯ ઈથોપીયાના, અમેરિકા-ચીન-ઈટાલીના ૮-૮ નાગરિકો માર્યા ગયા છે. access_time 7:01 pm IST

  • શ્રી મુકેશ અંબાણી અને શ્રીમતી નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની આજે પ્રથમ તસવીરો એનડી ટીવીએ ટ્વિટર ઉપર પ્રસિદ્ધ કરી છે : જબરા હર્ષોઉલ્લાસ સાથે લગ્નવિધિ થઈ રહ્યાનુ જણાવાયું છે. access_time 12:55 am IST

  • મધ્ય મેક્સિકોમાં એક નાઈટ ક્લબમાં એક અજાણ્યા વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જેમાં 15 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે અને 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે તેમ મેક્સિકોના એક પબ્લિક પ્રોસિક્યૂટરે શનિવારે આ જાણકારી આપી હતી. હુમલાખોરની શોધખોળ ચાલુ છે. access_time 1:22 am IST