Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ડાયેનાની દુલકર સાથે મુખ્ય ભુમિકા

બોલીવૂડ અભિનેત્રી ડાયેના પેન્ટી પણ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડી રહી છે. તે એક મલયાલમ ફિલ્મ કરી રહી છે. તે બોલીવૂડમાં ભલે ઓછી ફિલ્મોમાં દેખાઇ હોઇ, પણ જે કામ કર્યુ છે તેનાથી તેણે સોૈનું દિલ જીત્યું છે. રોશન એન્ડ્રયુના નિર્દેશનમાં બની રહેલી એક ફિલ્મ તેને મળી છે. આ ફિલ્મનું નામ 'સેલ્યુટ' રખાયું છે. મલયાલમ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગણાતો દુલકર સલમાન આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં છે. આ એક એકશન ફિલ્મ છે. રોશન ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શુટીંગ શરૂ કરશે. ફિલ્મનું શુટીંગ આમ તો ગયા વર્ષે શરૂ થઇ જવાનું હતું. પણ કોરોના નડી ગયો હતો. હવે શુટીંગ ફરીથી શરૂ કરીને આ વર્ષના અંતમાં જ ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવશે. આ ફિલ્મને મલયાલમમાં શુટ કર્યા પછી બીજી ભાષાઓમાં ડબ કરાશે. કોલ્લમ, તિરૂવનંતપુરમ, કાસરગોડ, દિલ્હીના અનેક લોકેશન પર શુટીંગ કરવામાં આવશે. આ એક ઇન્વેસ્ટીગેશન થ્રિલર ફિલ્મ છે. નોંધનીય છે કે દૂલકરે રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે પણ એક ફિલ્મનું શુટીંગ કર્યુ હતું. આ ફિલ્મ ૨૮મેના રોજ રિલીઝ થશે.

(10:17 am IST)