Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વિન ડીજલની ફિલ્મ ' બ્લડ શોટ'નું હિન્દી ટ્રેલર સામે આવ્યું: ભારતીય ચાહકોનો ઉત્સાહ વધ્યો

હોલીવુડ ફિલ્મ 'બ્લડ શોટ' નું હિંદી ટ્રેલર સામે આવી ચુકયું છે. ફિલ્મમાં મશહૂર અભિનેતા વિન ડીજલ મુખ્ય ભુમિકામા છે. દર્શકો ટ્રેલરમા એમને સુપર હીરોની નજરથી જોઇ રહ્યા છે. ટ્રેલરમા તે એક સિપાહીના તોર પર નજર આવી રહ્યા છે.  પણ નેનો ટેકનોલોજીના સહારે તે ફરીથી પરત આવી રહ્યા છે.આ ફિલ્મ આજ નામની બેસ્ટ સેલિંગ કોમિક બુક પર આધારિત છે. ફિલ્મનું અંગ્રેજી ટ્રેલર ગયા મહિને લોંચ થઇ ચુકયુ છે.  દુનિયાભરમાં એના ટ્રેલરને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.  જો કે હિંદી ટ્રેલરના આવ્યા પછી ભારતીય દર્શકોનું વલણ વધારે વધી ગયુ છે. સામે આવેલ ટ્રેલરની હિંદી ડબીંગની વાત કરીએ તો આ મૂળ ટ્રેલરની ઘણું નજીક છે. જો કે ડબિંગ ૧૦૦ ટકા ગમે આ મુમકીન નથી હોતુ ફિલ્મનુ નિર્દેશન ડેવ વિલ્સનએ કર્યુ છે.

ટ્રેલરના ખાસ પ્રશ્નો વિશે બતાવીએ તો અંગ્રેજી ટ્રેલરમાં પહેલા જ જોઇ ચૂકયા છીએ વિન ડીજલ જેવા બીજા પણ છે.  આ બધુ એક આમ વ્યકિતની શકિત, બુદ્ધિ, અને કુશળતાની તુલનામાં ઘણું બધુ આગળ છે. અને ન તો ગોળીથી ખતમ કરી શકાય અને ના તો મોટાથી મોટા બોંબની આના પર કોઇ અસર થાય.

(10:19 pm IST)