Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ફિલ્મ 'હાથી મેરે સાથી'થી રાણા દગ્ગુબાતીનો પહેલો લુક આવ્યો સામે : ભયંકર ખુંખાર અદામાં દેખાયા

ફિલ્મમાં રાણા ઉપરાંત પુલકિત સમ્રાટ, ઝોયા હુસેન અને શ્રિયા પિલગાંવકર પણ મુખ્ય ભૂમિકામાં

મુંબઈ : રાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હાથ મેરે સાથી' નો પહેલો લુક સામે આવ્યો છે. આ ફિલ્મ 2 એપ્રિલ 2020 ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાણા ઉપરાંત પુલકિત સમ્રાટ, ઝોયા હુસેન અને શ્રિયા પિલગાંવકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ સોલોમને કર્યું છે. તમિળ ભાષામાં આ ફિલ્મનું નામ 'કાદન' અને તેલુગુ ભાષામાં 'અરણ્ય' છે.

  પોસ્ટરમાં રાણાનું ક્યારેય જોયુ ન હોય એવું પાત્ર સામે આવ્યુ છે. તેણે તેના શરીર પર ભૂરા રંગનું કાપડ પહેરેલું છે, તો સાથે જ તેણે હાથમાં મોટી લાકડી પકડી છે. તસવીરમાં રાણા ગુસ્સાથી ચીસો પાડતો જોવા મળી રહ્યો છે. રાણાની પાછળ જ એક હાથી દેખાય છે. ધ્યાનથી જોઈએ તો, એવું લાગે છે કે રાણા એક એવા પાત્રમાં છે જે હાથીઓને ખૂબ પસંદ છે અને તેમને બચાવવા કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે રાણાનો આ લુક 'બાહુબલી'ના ભલ્લાલદેવથી તદ્દન અલગ છે.

(8:55 pm IST)