Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

પટૌડી પરિવારની પરંપરા આગળ ધપાવશે સૈફીના : પોતાના દિકરા તૈમૂરને ઇંગ્લેન્ડની સ્કૂલમાં ભણાવશે

તૈમૂરના દાદ મન્સૂર અલી ખાન પટૌડી, સૈફ અને તેની બહેનો સોહા અને સબા અલી ખાન અને સૈફના બાળકો સારા અને ઇબ્રાહિમ અલી ખાને પણ ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાંથી જ અભ્યાસ કર્યો હતો

મુંબઈ : બોલિવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દિકરો તૈમૂર અલી ખાન ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે. જ્યારે તે ઘરની બહાર હોય છે ત્યારે મીડિયાના કેમેરાની નજર તેના પર હોય છે

તૈમૂર તાજેતરમાં જ મુંબઇની પ્લે સ્કૂલમાં જાય છે. જોકે હવે એવુ લાગી રહ્યુ છે કે નાનો તૈમૂર પણ પટૌડી પરિવારની પરંપરા આગળ ઘપાવવા જઇ રહ્યો છે.

એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, સૈફ અલી ખાનના પિતા અને તૈમૂરના દાદ મન્સૂર અલી ખાન પટૌડીએ પણ ઇંગ્લેન્ડમાંથી અભ્યાસ કર્યો હતો. જે પછી સૈફ અને તેની બહેનો સોહા અને સબા અલી ખાને આ પરંપરાને આગળ ધપાવી હતી અને ઇંગ્લેન્ડમાંથી અભ્યાસ કર્યો હતો. જે પછી સૈફના બાળકો સારા અને ઇબ્રાહિમ અલી ખાને પણ ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાંથી જ અભ્યાસ કર્યો હતો.

હવે માનવામાં આવી રહ્યુ છે કે, તૈમૂર પણ પટૌડી પરિવારની આ પરંપરા આગળ ધપાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, કરિના કપૂર ખાન તૈમૂરને બોર્ડિંગ સ્કૂલ મોકલવા ઇચ્છે છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આમ કરવા પાછળનું કારણ તૈમૂરનું મળી રહેલુ મીડિયા એટેન્શન છે. તૈમૂરના પિતા સૈફ અલી ખાન પણ તેની સાથે વધારે સમય પસાર કરવા ઇચ્છે છે, જે તે સારા અને ઇબ્રાહિમ સાથે નથી કરી શક્યો.

(1:52 pm IST)