Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

દિયા મિર્ઝા કરી રહી છે તાપસી પન્નુના ભરપુર વખાણ

અભિનેત્રી દિયા મિર્ઝા ફરીથી બોલીવૂડના પરદે જાવા મળવાની છે. અનુભવ સિન્હાની ફિલ્મ થપ્પડમાં મુખ્ય રોલ તાપસી પન્નુ નિભાવી રહી છે. તેની સાથે દિયા પણ કામ કરી રહી છે. દિયા તાપસીના વખાણ કરતાં થાકતી નથી.

 દિયાએ કહ્નાં હતું કે તાપસી ખૂંખાર સિંહણ જેવી છે, હું તેના કામની હમેîશા પ્રશંસક રહી છું. મારો હવે પ્રયાસ રહેશે કે હું માનવીય કહાનીઓ ધરાવતી ફિલ્મોનો ભાગ બનતી રહું, જેમાં સત્ય પણ હોય તે જરૂરી છે. થપ્પડની કહાની સોને વિચારવા અને સંભવતઃ સકારાત્મક બદલાવ લાવવા મજબૂર કરશે. થપ્પડ એક પાવરફુલ ફિલ્મ છે.

દિયાએ પોતાને તાપસી સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળતાં કહ્નાં હતું કે એક અસાધારણ કાસ્ટનો ભાગ બનીને હું અત્યંત ખુશ છું. અનુભવ સિન્હા સાથે દિયાએ અગાઉ દસ અને કૈશ નામની ફિલ્મો કરી હતી. આ તેની ત્રીજી ફિલ્મ છે. થપ્પડનું ટ્રેલર લોકોએ ખુબ વખાણ્યું છે. ભુષણ કુમાર નિર્મિત આ ફિલ્મ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

(1:35 pm IST)