Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ખુબ ડરાવશે વિક્કીની ફિલ્મ

વિક્કી કોશલની આગામી ફિલ્મ ભૂત પાર્ટ વન-ધ હોન્ટેડ શિપનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અત્યાર સુધીની ડરામણી ફિલ્મોની કહાની હોન્ટેડ હાઉસ, બંગલો અને અમુક ખાસ વિસ્તારોને સાંકળીને બનાવવામાં આવતી હતી. પરંતુ આ વખતે નિર્દેશક ભાનુપ્રતાપ સિંહએ એક જહાજની પસંદગી કરી છે જે સુપર નેચરલ પાવર કે પછી ભુતના પાવરની અસરમાં આવેલુ છે. ટ્રેલરમાં નવી કહાની સાથે ડરનો ડોઝ છે. કરણ જાહરે આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યુ હતું અને લખ્યું હતું કે ડરએ તમારી નજીકના તટ પર લંગર નાંખી દીધુ છું. જેનો મતલબ છે કે ફિલ્મ વ્યુઅર્સને ભયભીત કરે તેવો માહોલ છે.

 ફિલ્મની કહાની સી બર્ડ નામના એવા શિપ-જહાજની છે જે ખરાબ હવામાનને કારણે મુંબઇના જુહુ બીચ પર આવી જાય છે. તેના સર્વેઇંગ ઓફિસર પૃથ્વી (વિક્કી કોશલ) તપાસ માટે આવે છે. તેને તપાસ કરતી વખતે અનેક ડરામણી ચીજાનો અનુભવ થાય છે. ફિલ્મમાં ભુમિ પેડનેકર પણ છે. એકવીસમી ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવાઇ છે.

(10:06 am IST)