Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

દુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે

મુંબઈ:ટોચના અમેરિકી અખબાર હોલીવુડ રિપોર્ટરે પ્રગટ કરેલ દુનિયાના ટોચના કલાકારોની યાદીમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ત્રીજા ક્રમે આવી છે. વિશ્વની જાણીતી સોશિયલ મીડિયા એનેલિટિક્સ કંપની એમવીપિન્ડેક્સ દ્વારા પ્રગટ કરાયેલ યાદી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુ ટયુબ અને ગુગલ પ્લસ પરના ડેટાના આધારે તૈયાર કરવામાં આવે છે અને દુનિયાભરના ફિલ્મ રસીકો તેની આતુરતાપૂર્વક વાટ જોતા હોય છે 

 

૨૦૧૮ના જાન્યુઆરીમાં કયા કલાકારો ટોચ પર હતા તેની પ્રગટ કરાયેલી યાદીમાં પ્રથમ બે નામ હોલીવુડના છે. ડબ્લ્યુડબ્લ્યુએફના કુસ્તીબાજ મટીને અભિનેતા ફિલ્મ સર્જક બનેલા રોક ફૈમ ડ્વેન જોન્સન યાદીમાં પ્રથમ ક્રમાંકે છે અને કેવીન હાર્ટ બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા ક્રમાંકે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ આવે છે. યાદીમાં પાંચમાં ટોપ-૫માં સ્થાન મેળવનાર દીપિકા પ્રથમ ભારતીય છે. જ્યારે પ્રિયંકા ચોપરા યાદીમાં આઠમાં ક્રમાંકે છે. આમ યાદી દીપિકા પ્રિયંકા કરતા વધુ લોકપ્રિય હોવાનુ પણ જણાવે છે. 

 

(5:30 pm IST)
  • કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST