Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરશે તબ્બુ

મુંબઈ: અનેક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત બૉલીવુડ અભિનેત્રી તબ્બુ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં શરુ થનાર 'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરવાની છે. પશ્ચિમ બંગાળના સુચનમંત્રી બ્રાંત્ય બસુએ વાતની જાણકારી આપી છે.પધ્મશ્રીથી સન્માનિત તબ્બુનું પશ્ચિમ બંગાળથી જૂનો સંબંધ છે. પહેલો દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2013માં આયોજિત કરવામાં આવ્યું હતો.ત્યાર પછી ગયા વર્ષથી ફરીથી સમારોહ આયોજિત કરવામાં આવે છે. સમારોહના પહેલા સીઝનનું ઉદ્ઘાન્ત બોમન ઈરાની દવારા કરવામાં આવ્યું હતું. બીજા સમારોહનું ઉદ્ઘાટન નવાજુદ્દીન સિદ્દીકી દ્વારા થયું હતું.

 

(5:30 pm IST)
  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST

  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST