Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

દુનિયાના 500 પ્રતિભાશાળી લોકોની યાદીમાં પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન

મુંબઈ: બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ દુનિયાની 500 પ્રતિભાશાળી લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પ્રિયંકાએ પોતાના નામે વધુ એક સિદ્ધિ જોડી દીધી છે. તેને લિંકડ્ડનના એક પોલમાં 500 પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે ભારતને પહેલી એવી બૉલીવુડ કલાકાર હહે જેને મુકામ હાસિલ થયું છે. યાદીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાણીતા ટોક શૉ હોસ્ટ ઓપેરા વિનીફ્રે, રિચર્ડ બ્રાન્સન અને બિલ ગેટ્સ જેવા લોકોમાં સ્થાન મેળ્યું છે. યાદી ડિજિટલ મીડિયા પર હસ્તીઓના પ્રભાવને લઈને બનાવવામાં આવી છે. પ્રિયંકાએ લિસ્ટમાં 15મુ સ્થાન મેળવ્યું છે. યાદીમાં હોલીવુડ સ્ટાર્સ એમાં સ્ટ્રોસ, વીલ સ્મિથ, સેલિના ગોમેક, રેહાના, ડ્વેન જોહ્નસન , ડેડી ગાગા અને એલેન ડીજેન્સરનો સમાવેશ થાય છે.

(5:28 pm IST)