Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રાની મારી હમેશા પુત્રી જ રહેશે: મિથુનદા

મુંબઈ: બૉલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીનું કહેવું છે કે રાની મુખર્જી તેની પુત્રી જેવી છે.. રાની મુખર્જી પોતાની આગામી ફિલ્મના પ્રોમોશન માટે ડાન્સના રિયાલિટી શૉ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 6ના સેટ પર મેહમાન બની હતી. આ અવસર પર મિથુનદાએ રાની સાથેના સંબંધ વિશે જણાવતા કહ્યું કે રાની હેમસથી મારી પુત્રી સમાન છે અને તે રહેશે. રાની મુખર્જીની માસી દેબાશ્રી રોય પશ્ચિમ બંગાળની ટોપની અભિનેત્રી રહી ચુકી છે. અને મિથુનદાના સંઘર્ષના દિવસોમાં રાની મુખર્જીની માસીએ મદદ કરી હતી.

(5:27 pm IST)