Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સૌમ્યા કાંબલે બની ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર-2 શોની વિજેતા: જીત્યા આટલા લાખ અને ટ્રોફી સાથે એક કાર

મુંબઈ: ડાન્સ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2' એ લગભગ 13 અઠવાડિયા સુધી દર્શકોનું મનોરંજન કર્યું. શોનો ફિનાલે રવિવારે યોજાયો હતો અને તેની સાથે જ વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. પાંચેય સ્પર્ધકો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. આ શોમાં મલાઈકા અરોરા, ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર જજ હતા. મનીષ પોલે 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2' હોસ્ટ કર્યું હતું. તેણે દર અઠવાડિયે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું અને સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કર્યા. ફિનાલેમાં બધાને પાછળ છોડીને, સૌમ્યા કાંબલે 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2'ની ટ્રોફી અને ઈનામી રકમ જીતવામાં સફળ રહી. કોરિયોગ્રાફર રૂપેશ સોની સાથે ગૌરવ સરવન, કોરિયોગ્રાફર સોનાલી કર સાથે જમરુધ, સનમ જોહર સાથે રોજા રાણા, વર્તિકા ઝા સાથે સૌમ્યા કાંબલે અને કોરિયોગ્રાફર આર્યન પાત્રા સાથે રક્તિમ ઠાકુરિયા શોના ફાઇલલિસ્ટ હતા. શોનો ફર્સ્ટ રનર અપ ગૌરવ સરવન હતો અને સેકન્ડ રનર અપ રોઝા રાણા હતો. ચોથા નંબરે રક્તિ તાતુરિયા અને પાંચમા નંબરે જમરુધ છે. અંતિમ એપિસોડ સોની ટીવી પર રાત્રે 8 વાગ્યે પ્રસારિત થયો. સૌમ્યાને 15 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી, મારુતિ સુઝુકી સેલેરિયો કાર અને અન્ય ભેટ મળી.

(3:09 pm IST)