Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

૨૦૨૧માં બોકસ ઓફિસ પર તેલુગુ અને તમિલ ફિલ્મનો જલવો

૩૨૦૦ કરોડના કારોબારમાં ખાન ત્રિપુટી પણ પાછળ રહી ગઈ

નવી દિલ્હી તા. ૧૦ : દક્ષિણ ભારતીય સિનેમાએ બોકસ ઓફિસ કલેકશનના મામલે બોલિવૂડને પાછળ ધકેલી દીધું છે. આ વર્ષે સુપરસ્ટાર રજનીકાંત, વિજય અને અલ્લુ અર્જુનનો દબદબો હતો. ખાસ કરીને તેલુગુ સિનેમાએ આ વર્ષે ભારતથી અમેરિકા સુધી ઝંડો લહેરાવ્યો છે. વર્ષની શરૂઆત વિજયની તમિલ ફિલ્મ'માસ્ટર'થી થઈ હતી, જેણે ૨૩૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. વર્ષનો અંત સુપરસ્ટાર રજનીકાંતની તમિલ ફિલ્મ 'અન્નતે' અને અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ 'પુષ્પા'ની રિલીઝ સાથે થયો.

જયારે રજનીકાંતની ફિલ્મ રૂ. ૨૫૦ કરોડનું કલેકશન કર્યા પછી ઓટીટીતરફ વળી અને ત્યાં પણ હિટ રહી,'પુષ્પા'એ પણ રૂ. ૩૦૦ કરોડનો આંકડો પાર કર્યા પછી ઓટીટી પર રિલીઝ કરવાનું પસંદ કર્યું. જો કે, ફિલ્મનું હિન્દી વર્ઝન ઓનલાઈન જોવામાં વિલંબ થશે કારણ કે તે હજુ પણ ઉત્ત્।ર ભારતમાં સારો બિઝનેસ કરી રહી છે. લોકડાઉન અને રોગચાળાના નિયંત્રણો છતાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગે જે રીતે બિઝનેસ કર્યો છે તે પ્રશંસનીય છે.

૨૦૨૧ માં, કુલ ૪૭૦ ભારતીય ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેણે કુલ રૂ. ૩૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ વર્ષે ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ'સ્પાઈડર મેનઃ નો વે હોમ'છે, જે એક હોલીવુડ ફિલ્મ છે. જો કે,'સૂર્યવંશી'એ વિશ્વભરમાં ૨૯૦ કરોડ રૂપિયા એકત્ર કરીને ચોક્કસપણે બોલિવૂડની શરમ બચાવી હતી. તે રોહિત શેટ્ટીની મસાલા કોપ ફિલ્મ હતી, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા અને અજય દેવગન અને રણવીર સિંહ જેવા કલાકારો પણ તેમાં હતા. જયારે અભિનેત્રી કેટરિના કૈફ હતી.

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડની વાત કરીએ તો તેણે ૧૮૦ ફિલ્મો રિલીઝ કરી, અલ્લુ અર્જુનની'પુષ્પા'સિવાય પવન કલ્યાણની 'વકીલ સાબ' (ગ્રોસ ૧૩૮ કરોડ)એ પણ જોરદાર બિઝનેસ કર્યો. આ રીતે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આ વર્ષે ૧૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો. જયારે બોલિવૂડે આ વર્ષે માત્ર ૭૬૦ કરોડનો બિઝનેસ કર્યો હતો, જેમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના હિન્દી ડબ વર્ઝનનો સમાવેશ થાય છે. તમિલ ફિલ્મોએ પણ ૭૦૦ કરોડનો બિઝનેસ કર્યો. નંદમુરી બાલકૃષ્ણની 'અખંડ'એ પણ ૧૩૦ કરોડનું કલેકશન કર્યું હતું.

કન્નડ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો. કર્ણાટકના ફિલ્મ ઉદ્યોગે ૮૦ અને કેરળના ફિલ્મ ઉદ્યોગે ૪૧ થી વધુ ફિલ્મો રજૂ કરી. આ બંને ઉદ્યોગોએ અનુક્રમે રૂ.૨૪૪ કરોડ અને રૂ.૧૭૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. કેરળમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો છે. એક મોટી કન્નડ ફિલ્મ 'KGF 2'અને એસએસ રાજામૌલીની ‘RRR’ તેલુગુમાં આવી રહી છે, એવી અપેક્ષા છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ વધુ બિઝનેસ કરશે.

નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે આ બોલિવૂડ માટે ચેતવણી બની શકે છે, કારણ કે અહીં ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મોના કેટલાક ડાયલોગ્સ પણ સમજાતાં નથી. કાર્તિક આર્યનની ફિલ્મ 'ધમાકા'પણ આ શ્રેણીમાં આવે છે. મોહનલાલની મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ ૨'ને વિવેચકો તરફથી સૌથી વધુ પ્રેમ મળ્યો. જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે ૨'ખરાબ રીતે ફલોપ રહી હતી. અલ્લુ અર્જુને કહ્યું છે કે તે બોલિવૂડમાં નાના રોલ નહીં કરે. બોલિવૂડ કલાકારો હવે સાઉથમાં પણ નાના રોલ કરવા માટે તૈયાર છે.

(12:41 pm IST)