Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

એસિડ એટેક સર્વાઇવરની જીંદગી ઉપર બનેલી દિપિકા પાદુકોણની ફિલ્મ ''છપાક'' મધ્યપ્રદેશ અને ઇતીસગઢમા ટેકસ ફ્રીની સરકારની જાહેરાત

ભોપાલ તા.૧૦: એસિડ એટેક સર્વાઇવરની જિંદગી પર બનેલી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેકસ ફ્રી કરી દેવામાં આવી છે. ગુરૂવારે એમપીના સીએમ કમલનાથ અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલએ ટવીટ કરીને આ જાણકારી આપી છે.

સીએમ કમલનાથે ટ્વીટ કર્યુ દે, 'દીપિકા પાદુકોણની એસિડ એટેક સર્વાઇવર પર બનેલી ફિલ્મ 'છપાક' જે ૧૦ જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીથ થઇ રહી છે, તેને મધ્યપ્રદેશમાં ટેકસ ફ્રી કરવાની જાહેરાત કરૂ છું.

મહત્વનું છે કે આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક પીડિતાની ભુમિકા ભજવી રહી છે. જેનું ફિલ્મમાં નામ માલતી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જે લક્ષ્મી અગ્રવાલની કહાની છે.

(8:49 pm IST)