Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ફિલ્મ - રિવ્યુઃ છપાક – એસિડ - એટેક સર્વાઇવરની લાઇફને જીવંત કરતી ગાથા

મુંબઇ, તા.૧૦: બોલીવુડમાં સત્યદ્યટના પરથી દ્યણી ફિલ્મો બની છે અને આ વર્ષ પણ એમાંથી બાકાત નથી. નવા વર્ષની શરૂઆત થઈ નથી કે દીપિકા પાદુકોણની સત્યદ્યટના પરથી આધારિત ફિલ્મ 'છપાક' આજે રિલીઝ થઈ રહી છે. લક્ષ્મી અગરવાલના જીવન પરથી પ્રેરિત આ ફિલ્મમાં લીડ રોલ ભજવવાની સાથે દીપિકાએ એને પ્રોડ્યુસ પણ કરી છે અને ડિરેકટ મેદ્યના ગુલઝારે કરી છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ એ દ્યણા વિવાદોમાં પણ પડી છે. 'છપાક' પર કોપીરાઇટ્સનો આરોપ, દીપિકાની જેએનયુમાં હાજરીથી ફિલ્મને બોયકોટ કરવાનો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ અને ફિલ્મમાં પાત્રનું નામ બદલવામાં આવ્યું હોવાની અફવાને લઈને પણ એની ઝાટકણી કાઢવામાં આવી છે.

મેદ્યનાએ 'તલવાર' અને 'રાઝી' જેવી સંવેદનશીલ ફિલ્મો બનાવી છે અને એમાં તેની મહારત છે. 'છપાક'માં પણ તેની આ ઝલક જોવા મળી છે, પરંતુ અગાઉની ફિલ્મો જેટલી નહીં. મેદ્યનાએ ખૂબ જ સારા વિષય પર ફિલ્મ બનાવી છે, પરંતુ એમાં તેની પહેલાંની ફિલ્મ જેટલું ઇમોશનલી કનેકટ નથી થઈ શકાતું. મેદ્યના ખૂબ જ અદ્બુત ડિરેકટર છે અને તેણે એ સાબિત પણ કરી દેખાડ્યું છે. જોકે આ ફિલ્મમાં કંઈ ખટકી રહ્યું છે જે ફિલ્મ સાથે એટલું કનેકટ નથી થવા દેતું. સ્ટોરી મેદ્યનાએ લખી છે અને તેણે ખૂબ જ ચોકસાઈ રાખી છે કે કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે. તેણે ફિલ્મમાં વધુ ડ્રામા ન નાખી સિમ્પલ રીતે રજૂ કરી છે.

એસિડ-અટેક કરનારને પણ એટલી જ સજા મળે જેટલી ચા ફેંકનારને મળે જેવા દ્યણા મુદ્દાને તેણે ખૂબ જ સારી રીતે રજૂ કર્યા છે. (જોકે એસિડ-અટેક માટે હવે ભારતીય બંધારણમાં અલગથી કાયદો બનાવવામાં આવ્યો છે) ડાયલોગ પણ એટલા દમદાર નથી. બે-ત્રણ ડાયલોગ એવા છે જેમાં હ્યુમરની સાથે એ થોડા પ્રેરણાત્મક પણ લાગે છે. ફિલ્મ ઇન્ટરવલ પહેલાં દ્યણી ધીમી છે, પરંતુ બીજા પાર્ટમાં એ સ્પીડ પકડે છે. કેટલાંક દૃશ્યો ખૂબ જ અદ્બુત છે તો કેટલાંક દૃશ્યોમાં ખામી પણ જોવા મળે છે.

દીપિકા પાદુકોણે માલતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની શરૂઆત નિર્ભય કેસના વિરોધ-પ્રદર્શનથી થાય છે. આ પ્રદર્શન દરમ્યાન એક વ્યકિત તેની દીકરી પર કરવામાં આવેલા એસિડ-અટેક વિશે મીડિયાનું ધ્યાન દોરવા માગતો હોય છે. જોકે તે નિષ્ફળ રહે છે અને અમોલ (વિક્રાન્ત મેસી) તેમને ત્યાંથી લઈ જાય છે. અમોલની મુલાકાત તેની ફ્રેન્ડ જર્નલિસ્ટ સાથે થાય છે અને તેઓ માલતીને શોધે છે. આ દરમ્યાન માલતી જોબ માટે ફાંફાં મારતી હોય છે, પરંતુ તેને કોર્પોરેટ ઓફિસ, બ્યુટિ-પાર્લર અને જવેલરી શોરૂમમાંથી તેના ચહેરાને કારણે રિજેકટ કરવામાં આવી રહી હોય છે. આ દરમ્યાન તેની મુલાકાત અમોલ સાથે થાય છે અને તેના નોન-ગર્વમેન્ટલ ઓર્ગેનાઇઝેશનમાં તેને કામ મળે છે. આ એનજીઓ એસિડ-અટેક સર્વાઇવર માટે કામ કરતું હોય છે. અહીંથી માલતીની સ્ટોરી આગળ વધે છે અને તે પરિવારના ભરણપોષણ માટે કામ કરવાની સાથે તેના કેસ માટે કોર્ટ-કચેરીનાં ચક્કર ખાતી રહેતી હોય છે. એસિડ-અટેક બાદ માલતીની લાઇફમાં તોફાન આવે છે, પરંતુ તે હાર નથી માનતી અને એ તોફાનનો સામનો કરે છે. દ્યરમાં પૈસાની તંગી, એસિડ-અટેકનો કેસ, એસિડના વેચાણ પર બન માટેનો કેસ, ભાઈની બીમારી અને પપ્પાનો દારૂનો નશો જેવી બાબતોમાં તે કેવી રીતે પોતાને સંભાળે છે એ અહીં દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોટા ભાગની હિરોઇન ગ્લેમરસ પાત્ર છે કે નહીં એ જોઈને ફિલ્મ પસંદ કરતી હોય છે, પરંતુ દીપિકાએ આ ફિલ્મ પસંદ કરી એ ખૂબ જ રિસ્કી છે. તે મેકઅપ જ નહીં, પરંતુ બળી ગયેલા ચહેરા સાથે ફિલ્મમાં જોવા મળી રહી છે. તેની એકિટંગની ક્ષમતા પર સવાલ કરવા શકય નથી, પરંતુ એમ છતાં દ્યણી જગ્યાએ આપણને તેનું દરદ મહેસૂસ નથી થતું. એક દૃશ્યમાં એસિડ-અટેક બાદ માલતી પહેલી વાર પોતાનો ચહેરો અરીસામાં જુએ છે. આ સમયે તેને જે દરદ થાય છે એ દર્શક તરીકે આપણને નથી થતું.

વિક્રાન્ત મેસીએ તેનું અમોલનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તે એક એનજીઓ ચલાવતી વખતે બજેટ માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાની સાથે માલતી સાથે તેનો 'સાઇલન્ટ પ્યાર' પણ જોવા મળે છે. માલતી જયારે તેની આંખો અને સ્માઇલ દ્વારા વાતો કરી રહી હોય ત્યારે અમોલની બોડી-લેન્ગ્વેજમાં પણ ગજબનો ચેન્જ જોવા મળે છે. જોકે અમોલના પાત્રને વધુ સારી રીતે દેખાડી શકાયું હોત. આ સાથે જ માલતીને મદદ કરતી પૈસાદાર લેન્ડલોર્ડ, માલતીનાં મમ્મી-પપ્પા, માલતીનો બોયફ્રેન્ડ રાજેશ (અંકિત બિશ્ટ) અને માલતી પર એસિડ ફેંકનાર બશીર ખાન (વિશાલ દહિયા)નાં પાત્ર વધુ સારી રીતે રજૂ કરવાં જરૂરી હતી. બશીર કેમ માલતી પર અઙ્ખસિડ ફેંકે છે એને એક મિનિટમાં દેખાડી દેવામાં આવ્યું છે. જોકે એને વધુ ડીટેલમાં દેખાડી શકાયું હોત જેથી માલતી સાથે દર્શકો વધુ સારી રીતે કનેકટ થઈ શકયા હોત. વકીલ અર્ચનાનું પાત્ર ભજવતી મધુરજિત સર્ગી અને તેના પતિના પાત્રને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે.

આ ફિલ્મમાં બે ગીત છે એક 'નોક જોક' અને બીજું ટાઇટલ સોન્ગ. અરિજિત સિંહના અવાજમાં આ ટાઇટલ સોન્ગ ખૂબ જ અસરકારક છે. પરિસ્થિતિને આધારે આ ગીતને બે-ત્રણ વાર જુદા-જુદા સમયે ઉપયોગમાં લેવામાં આવ્યું છે, પરંતુ એમ છતાં એ કંટાળાજનક નથી લાગતું.

ફિલ્મમાં એક ડાયલોગ છે કે દરેક વ્યકિતમાં ખરાબી હોય છે, પરંતુ કોઈ વ્યકિત એટલી હદ સુધી કેવી રીતે જઈ શકે કે તે બીજી વ્યકિત પર એસિડ ફેંકી શકે. જોકે આ જ ડાયલોગને એટલે કે દૃશ્યને મેદ્યના ગુલઝાર સારી રીતે ડીટેલમાં દેખાડી નથી શકી.

(4:26 pm IST)