Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ત્યારે શ્રધ્ધા નારાજ થઇ ગઇ હતી

શ્રધ્ધા કપૂર અને વરૂણ ધવનની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રીડી રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો ધૂમ મચાવી રહ્યા છે. એબીસીડી-૨ કરતાં આ ફિલ્મમાં વધુ સારી ડાન્સર અને પરર્ફોમરના રૂમમાં શ્રધ્ધા જોવા મળવાની છે. જો કે આ ફિલ્મની જાહેરાત થઇ ત્યારે રેમોએ હિરોઇન તરીકે કેટરીનાની પસંદગી કરી હતી. તે વખતે શ્રધ્ધા નારાજ થઇ ગઇ હતી. કેટરીનાએ કામ કરવાની હા પણ કહી દીધી હતી. પરંતુ સલમાન ખાન સાથે ભારતના કામમાં વ્યસ્ત થઇ જતાં તે ફિલ્મ સાથે જોડાઇ શકી નહોતી અને શ્રધ્ધાને ઓફર થતાં જ તેણે ખુશી-ખુશી રોલ સ્વીકારી લીધો હતો. રેમો ડિસુઝા નિર્દેશીત આ ફિલ્મ ચોવીસમી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવી રહી છે. શ્રધ્ધા, વરૂણ સાથે પ્રભુ દેવા અને નોરા ફતેહી પણ મુખ્ય ભુમિકામાં છે.

 

(10:03 am IST)