Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

અક્ષય કુમાર સાથે પરિણીતીની જોડીઃ સાથે દિશા અને કિયારા

હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મની તૈયારી શરૂ થઇ ગઇ છે. સાજીદ ખાન અને સાજીદ નડિયાદવાલા સાથે મળી આ ફિલ્મ બનાવશે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ ફાઇનલ હતાં. હવે હિરોઇનોના નામ સામે આવ્યા છે. અગાઉ બે ભાગમાં કામ કરી ચુકેલી જૈકલીન આ ફિલ્મમાં નહિ હોય. સાજીદ અને જૈકલીન વચ્ચે બ્રેકઅપની વાતો પણ વહેતી થઇ હતી. હવે ફિલ્મમાં પરિણીતી ચોપડા, દિશા પટાની અને કિયારા અડવાણીના નામ નક્કી થયા છે. દિશા અને કિયારાએ કોમેડી ફિલ્મોમાં કામ કર્યુ નથી. પરિણીતી છેલ્લે અજય દેવગણ સાથે ગોલમાલ અગેઇન કરી ચુકી છે. પરિણીતી હવે અક્ષય કુમાર સાથે જોડી બનાવશે. આ બંનેએ અગાઉ સાથે કામ કર્યુ નથી.

(9:27 am IST)