Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

બિગ બોસમાંથી બહાર આવતાં જ બંદગીને મળી ફિલ્મ

ટીવી રિયાલીટી શો બિગ બોસમાં ભાગ લેનારા સ્પર્ધકોની એક પછી એક કિસ્મત ચમકી રહી છે. અગાઉ આ શોમાંથી બહાર થઇ ગયેલી બે સ્પર્ધક અર્સી ખાન અને સપના ચોૈધરીને બોલીવૂડમાં કામ કરવાની તક મળી ગઇ છે. હવે ત્રીજી એક સ્પર્ધક બંદગી કાલરાના હાથમાં પણ એક ફિલ્મ આવી ગગઇ છે. આ ફિલ્મ મોટા બેનરની હોવાનું કહેવાય છે. બંદગી આ ફિલ્મમાં રેડિયો જોકીનો રોલ નિભાવશે. જો કે ફિલ્મનું કામ હવે શરૂ થશે અને શુટીંગ પણ જલ્દીથી ચાલુ થઇ જશે. બિગ બોસના ઘરમાં બંદગી અને પુનિશ શર્મા એક બીજાથી નજીક આવ્યાનું જણાયું હતું. શોમાંથી બહાર આવીને બંદગીએ કહ્યું હતું કે તેના અને પુનિશના પ્રેમને પુનિશના પરિવારજનોએ અપનાવી લીધો છે. ફિલ્મ મળતાં બંદગી અત્યંત ખુશ છે.

(9:25 am IST)