Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ની રિલીઝ ડેટ કન્ફર્મ: આ દિવસે થશે રિલીઝ

મુંબઈ: બોલિવૂડની ધાકડ ગર્લ કંગના રનૌતે તેની ફિલ્મ ‘તેજસ’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને હવે આજે તેણે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે, જોકે આ ફિલ્મ માટે દર્શકોએ થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થશે. આવતા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે કંગનાએ સોશિયલ મીડિયા પર ફિલ્મ તેજસમાંથી તેની એક નવી ઝલક શેર કરી અને કેપ્શનમાં લખ્યું, "તમારા સમક્ષ એક મહિલાની વાર્તા આવી રહી છે જેણે આકાશને સ્પર્શવાનું નક્કી કર્યું. ભારતીય વાયુસેનાને સમર્પિત, 5 ઓક્ટોબર 2022ના રોજ તેજસ દશેરા. તમારી નજીકના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે."

(4:37 pm IST)