Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

RRRનું ટ્રેલર થયું રિલીઝઃ રામ ચરણથી લઇને આલિયા અને JR NTRના લૂક અને એકશન પર થઇ જશોઃ ફિદા આલિયા અને અજય પણ ફિલ્મમાં

મુંબઇ, તા.૯: લ્લ્ રાજામૌલીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ RRRના લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે ત્યારે તેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે

આ ફિલ્મ તેની કાસ્ટને લઇને ખુબ ચર્ચામાં રહી છે. તેમાં જુનિયર NTR, રામ ચરણ તેજા, આલિયા ભટ્ટ, શ્રીયા સરણ અને અજય જેવા દિગ્ગજ કલાકાર છે.

RRR એકશન અને ઇમોશન્સથી એકદમ ભરપૂર છે. તેનું ટ્રેલર જોઇને જ ગુસબમ્પ્સ આવી જાય છે. આ ટ્રેલર જોશો એટલે ફિલ્મ જોવાની એટલી બધી ઉતાવળ આવી જશે કે વાત જ ન પૂછો.

૩ મિનીટ અને ૭ સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત બ્રિટિશ ગવર્નર ગૌંડ ટ્રાઇબની બાળકીને જબરદસ્તી પોતાની સાથે લઇ જાય છે ત્યારથી થાય છે. જે બાદ ટ્રાઇબના રક્ષક કોમારામ ભીમની એન્ટ્રી થાય છે. બાદમાં એક પછી એક દરેક કલાકારની એન્ટ્રી થાય છે અને સ્ટોરી ઇન્ટ્રસ્ટીંગ બને છે.

RRRનું ટ્રેલર સિનેમાદ્યરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ, અજય દેવગન, જુનિયર એનટીઆર આ લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. પરિવારમાં લગ્નના કારણે રામ ચરણ તેનો ભાગ બની શકયા ન હતા.

SS રાજામૌલી દ્વારા દિગ્દર્શિત RRR, ૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સિનેમાદ્યરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા ૩ ગીતો પણ રિલીઝ કરવામાં આવ્યા છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા છે.

(3:22 pm IST)