Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજીવ અને દલજિતનાં ધામધૂમથી લગ્ન : ''તેરા યાર હૂં મૈં''માં મોટો વળાંક

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૯ : આ સપ્તાહમાં સૌની સબ પર તેરા યાર હૂં મેૈ ઘણા બધા રોચક વળાંકો લાવી છે. જેમાં રાજીવ (સુદીપ સાહિર) અને દલજિત (સાયંતાની ઘોષ) આખરે લગ્નગ્રંથિથી બંધાય છે અને તેમના સંબંધોને આગળ લઇ જાય છે. લગ્નની વિધિઓ શરૂ થાય છે અને આખો બંસલ પરિવાર બહુપ્રતિક્ષિત અવસર માટે ખુશ અને આનંદિત છે.  દર્શકોને રાજીવ અને દલજિત લગ્ની વિધિઓ દરમિયાન તેમના અવસરને માણતાં અને તેનો મહત્તમ લાભ લેતા જોવા મળશે. ગુરમીત બગ્ગા (વિભાગ છિબ્બર) ના પ્રવેશ સાથે આ ઉજવણી બેગણી વધી જાય છે.

હલદીથી ધમાકેદાર સંગીત સુધી અને આખરે ધામધૂમથી લગ્ન સુધી દર્ર્શકોને એક ભવ્ય સમારંભ જોવા મળવાનો છે. જેમાં આયુગલ એકબીજા સાથે અને આખા પરિવાર સાથે મીઠા અવસરમાં ગળાડૂબ થાય છે. જો કે આ પિકચર પરફેકટ લગ્ન પછી એક એવી મોટી ઘટના બનવાની છે, જે દર્શકોને ચકિત કરી દેશે.

(2:29 pm IST)