Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ચાહકોને ખુબ ગમી રશ્મિકાની પોસ્ટ

અભિનેત્રી રશ્મિકા મંદાનાના અસંખ્ય ચાહકો છે. તે સોશિયલ મિડીયા દ્વારા પણ સતત ચાહકો સાથે સંપર્કમાં રહે છે. તે ચાહકોને પ્રેરણા મળે તેવી પોસ્ટ પણ કરતી રહે છે. તાજેતરમાં તેણે લોકોને સલાહ આપતી પોસ્ટ કરી હતી જે ખુબ જ વાયરલ થઇ હતી અને તેને પસંદ પણ કરવામાં આવી હતી. રશ્મિકાએ લખ્યું હતું કે  જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો તે કરી શકે છે. તેણે લોકોને સલાહ આપી છે કે પોતાની અંદરનો ડર હોય તેને બહાર કાઢો. તમારા મતે તમારી ચેલેન્જ શું છે? શું એ સરખામણી છે? મૂંઝવણ? નિષ્ફળતા? અપૂર્ણતા? તમારી મુશ્કેલી શું છે? શું તમને લાગે છે કે તમે એમાંથી બહાર નીકળી શકો છો? હા ચોક્કસ તમે એ કરી શકો છો. કોઈ પણ કરી શકે છે. એ માટે સૌ પ્રથમ તો તમે શોધી કાઢો કે તમારી મુશ્કેલી શું છે. ત્યાર બાદ ધીમે-ધીમે દિવસો પસાર થતા જશે ત્યારે તમે એમાંથી બહાર આવી શકશો. હું આવું ઘણાં વર્ષોથી કરતી આવી છુ઼. રશ્મિકા બોલીવૂડમાં પણ બે ફિલ્મો કરી રહી છે.

(10:06 am IST)