Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ડોન-૩ ફિલ્મ ઉપર કામકાજ અંતે શરૃ કરી દેવામાં આવ્યુ

ફિલ્મમાં શાહરૃખ અને દીપિકા કામ કરશેઃ પ્રિયંકા ચોપડા પાસે હાલ સમય નથી ઃ પ્રિયંકા અમેરિકી ટેલિવીઝન શો ક્વાન્ટિકો -૩માં હાલ કામ કરી રહી છે

  મુંબઇ,તા. ૯, ડોન સિરિઝની ત્રીજી ફિલ્મ પર કામ શરૃ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરી એકવાર શાહરૃખ ખાન મુખ્ય રોલમાં નજરે પડનાર છે. જો કે અભિનેત્રીમાં આ વખતે પ્રિયંકા ચોપડાની જગ્યાએ દીપિકાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડોન ફિલ્મ બન્યા બાદથી કેટલીક બાબતો સતત બદલાઇ રહી છે. ડોન ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રિયંકા ચોપડા પાસે પુરતો સમય નહીં હોવાથી હવે તે નવી ફિલ્મમાં કામ કરનાર નથી. તેની જગ્યાએ દિપિકાને લેવાની વાત ચાલી રહી છે. ટુંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ફિલ્મના નિર્માતા દ્વારા હજુ સુધી અભિનેત્રીની શોધ ચાલી રહી છે પરંતુ પસંદગી સુધી નિર્માતા નિર્દેશક પહોંચી શક્યા નથી. હાલની સ્થિતી જોતા એવુ લાગી રહ્યુ છે કે તે અમેરિકી ટીવી શો ક્વાન્ટિકોના ત્રીજા ભાગમાં વ્યસ્ત છે. તે હવે એક ગ્લોબલ સેલિબ્રિટી બની ચુકી છે. જેથી તે કામ કરવા માટે તૈયાર થઇ નથી. દીપિકા અને શાહરૃખની જોડીને પહેલા પણ ચાહકો પસંદ કરી ચુક્યા છે. આ બન્નેની જોડી ઓમ શાંતિ ઓમ અને ચેન્નાઇ એક્સપ્રેસ તેમજ હેપ્પી ન્યુ યરમાં ચમકી હતી. દિપિકાએ પોતાના કેરિયરની શરૃઆત શાહરૃખ ખાનની સાથે જ ઓમ શાંતિ ઓમ મારફતે કરી હતી. દીપિકા હાલમાં બોલિવુડની નંબર વન અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તે હાલમાં પદ્માવતિ ફિલ્મમાં  કામ કરી ચુકી છે. તેની આ ફિલ્મની ચાહકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં તે પદ્માવતિના રોલમાં દેખાશે.

 

(9:00 pm IST)