Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

શરમન જોશીની '3 સ્ટોરીઝ'નું ટીઝર લોન્ચ: 'ફુકરે રિટર્ન' પછી ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસની બીજી ફિલ્મ

મુંબઈ:પોતાના પ્રોડક્શનની નવી ફિલ્મ ફુકરે રીટર્ન્સની રીલીઝ વચ્ચે ફરહાન અખ્તરે પોતાના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ ૩ સ્ટોરીઝનુ ટીઝર લોન્ચ કરી દીધુ છે. ફિલ્મમાં અભિનેતા શરમન જોશી, રેણુકા શહાણે અને મસુમેહ મખીજાની સાથે-સાથે ફુકરે સ્ટાર્સ પુલકિત સમ્રાટ અને રીચા ચડ્ડા પણ નજરે પડશે. જોકે ટીઝર જોઈને તો એ નથી લાગતુ કે તેઓ ફિલ્મી પડદે પણ જોવા મળશે.
માનવામાં આવી રહ્યુ છે કે પુલકિત સમ્રાટ અને રીચા ચડ્ડાને માત્ર ટીઝરમાં જ દર્શાવવામાં આવ્યા છે. ૧ મિનિટના આ ટીઝરમાં મુંબઈની એક ચોલના કેટલાક સીન્સ છે.આ ટીઝર દર્શકોના મનમાં વાર્તાને લઈ સસ્પેન્સ ક્રીએટ કરવામાં સફળ રહેશે. ટીઝર જોઈને લાગી રહ્યુ છે કે આ એક મર્ડર મિસ્ટ્રી છે. ત્રણ પેરેલલ વાર્તા એક-બીજા સાથે કેવી રીતે જોડાયેલી છે, જે ફિલ્મને જોવા માટે ઉત્સુક કરશે. તેમજ દર્શકો પણ આ ફિલ્મના ટીઝરને જોેઈ ફિલ્મને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. ફરહાન અખ્તર અને પુલકિત સમ્રાટ બન્નેએ આ ટીઝરને પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફતે શેર કર્યુ છે. આ ફિલ્મને અર્જુન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે. તેમજ ડાયરેક્શન ક્ષેત્રે તેમની આ પ્રથમ ડેબ્યુ ફિલ્મ છે.

(6:28 pm IST)