Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ટીના ફિલીપની વધુ એક નવી સ્ટાઇલ

અભિનેતા હોવાનો ફાયદો એ છે કે તે હમેંશા સાજ સજાવટમાં જ રહે છે. દરેક એકટર પોતાના ચરિત્ર અનુસાર પોતાનામાં બદલાવ લાવવાનો પ્રયાસ પણ કરતા હોય છે. ટીવી અભિનેત્રી ટીના ફિલીપ પોતાની નવી સ્ટાઇલ માટે સતત ઉત્સાહિત રહે છે. ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસીસથી લઇને સાડીઓમાં ટીના ફિલીપ સતત અલગ-અલગ લૂકમાં જોવા મળે છે. ટીના તેના હાથની બંગડીઓને કારણે પણ હવે ચર્ચામાં છે. ટીના કહે છે દંગલના ટીવી શો એ મેરે હમસફરમાં મારો લૂક પહેલા સાવ સાદો હતો. હું ઇચ્છતી હતી કે લગ્નની સિકવન્સ પછી મારો દેખાવ એકદમ બદલાઇ જાય. સાડી અને મેકઅપ થકી તો સ્પષ્ટ બદલાવ આવી જ જાય છે એ બધાને ખબર છે. પણ મારે કંઇક અનોખુ કરવું હતું. આથી મેં સાડી સાથે બંગડીઓ જોડવાનું નક્કી કર્યુ અને મારી સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઇી. આ ખુબ નાનકડો બદલાવ હતો. પણ મને આશા છે કે દર્શકો મારા નવા લૂકને પસંદ કરશે અને નોંધ લેશે.

(11:38 am IST)