Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન.... ગાજ્યા મેઘ વરસ્‍યા નહિ છતાં ફિલ્મ ઇતિહાસ રચશે!

મુંબઇ : મલ્ટી સ્ટાર મૂવી ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રિલીઝની સાથે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઇ ગઇ છે. આમિરખાન અને અમિતાભ બચ્ચન સાથે હોવા છતાં ફિલ્મ એટલી બધી બકવાસ તેમજ દર્શકો માટે નિરાશાજનક રહી છે. સોશિયલ મીડિયા પર મીમ્સ ટ્રેન્ડ થઇ રહી છે.

જો કે પબ્લિક રિવ્યુ તેમજ ક્રિટિકસ રિવ્યુ ખરાબ હોવા છતાં ઢગ્સ ઓફ ઓફિસ પર રેકોર્ડ બ્રેકર સાબિત થઇ રહી છે. બધા લોકોની ફિલ્મને લઇને ખરાબ ટિપ્પણી આપવા છતાં ફિલ્મનો પહેલા દિવસે અંદાજે 50 કરોડનો બિઝનેસ થવાની શક્યતા છે.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ઓપનિંગ ડે કલેકશન દરેક ફિલ્મોને પાછળ રાખી નવો રેકોર્ડ કરે તેવી સંભાવન છે. મીડિયા રિપોર્ટસ મુજબ પહેલા દિવસે 50 કરોડ ઉપર કમાણીવાળી ફિલ્મ બની શકે છે. મેગા એક્શન ફિલ્મમાં શાનદાર VFX ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચન અને આમિર ખાન પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળ્યાં છે. જો એક અનુમાન ફિલ્મને દિવાળીના વેકેશનની કમાણી મળી રહી છે. ટ્રેડ એક્સપર્ટના અનુસાર ઠગ્સ ઓફ હિન્દોસ્તાનીને પહેલા દિવસે ઓપનિંગ ડે કલેકશનમાં 50 કરોડની કમાણી મળી શકે છે.

જે આજ સુધીની સૌથી મોટી ઓપનિંગ ડે કમાણી હશે. ઠગ્સ ઓફ હિન્દોસ્તાનીએ રિલીઝ પહેલા ચાર રેકોર્ડ બનાવી લીધા છેસૌથી વધારે એડવાન્સ બુકિંગ, સૌથી મોઘાં ડિજિટલ રાઇટસ, સૌથી વધારે સ્ક્રીન પર ફિલ્મનું રિલિઝ તેમજ સૌધી મોંઘી ફિલ્મ. ફિલ્મનું બજેટ 240 કરોડનું છે.

(7:21 pm IST)
  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • આણંદ: બોરસદ પાસે ઇંટોના ભઠ્ઠા પર ગોંધી રખાયેલા 45થી વધુ મજૂરોને તંત્ર દ્વારા છોડાવવામાં આવ્યા : મજૂરોમાંથી એક વ્યક્તિએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી જેથી તંત્રએ મજૂરોને છોડાવ્યા : હાલ તમામ મજૂરોને રાજીવ ગાંધી ભવનમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામા આવ્યા છે અને કાલે તેમને તેમના વતન મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:23 pm IST