Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

કમલ હસનની પુત્રી અક્ષરાએ નોંધાવી ફરિયાદ

કમલ હસનની અભિનેત્રી પુત્રી અક્ષરા હસન સાયબર ક્રાઇમનો શિકાર બની છે. કોઇએ તેના પર્સનલ ફોટો હેક કરી લીધા અને વાયરલ કરી દીધા છે. અક્ષરાએ તેની ફરિયાદ મુંબઇ પોલીસમાં કરી છે.અક્ષરા હસને હેકર્સ સુધી પહોંચવા માટે મુંબઇ પોલીસની સાયબર સેલની મદદ લીધી છે. હાલમાં તેના પર્સનલ ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા. તે બાદ તેને માલૂમ પડ્યું કે તે સાયબર ક્રાઇમની શિકાર થઇ છે. કોઇએ તેની તસવીરો હેક કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી છે. આ અંગે જાણીને અક્ષરા ખૂબ દુખી છે. તેને આ અંગે મુંબઇ પોલીસના સાયબર સેલમાં ફરિયાદ કરી મદદ માંગી છે. જણાવી દઇએ કે અક્ષરા શ્રુતિ હસનની બહેન છે. તે અમિતાભ બચ્ચન અને ધનુષ સ્ટારર ફિલ્મ શમિતાભમાં નજરે આવી ચૂકી છે. તેને અસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે તેનું કેરિયર શરૂ કર્યું હતું.ગત દિવસોમાં અક્ષરાએ તેના પિતા કમલ હસન અંગે લખ્યું હતું કે મારા પ્રિય પિતાશ્રી કમલ હસને મકક્લ નિધિ મય્યમની ઘોષણા કરી છે. મારા માટે આ ગર્વની ક્ષણ છે. મારા પિતાએ મને શીખવાડ્યું છે કે પ્રગતિ એક વ્યક્તિગત યાત્રા છે અને મહાન પ્રગતિ લોકોની એકજૂથતા સાથે હોય છે. જે આપણા સમાજના ભવિષ્યની જવાબદારી લેતા હોય છે.

 

(12:25 pm IST)