Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન માત્ર જીવે છે 25 ટકા લીવર પર: આ ફિલ્મના શૂટિંગમાં બન્યો બનાવ

મુંબઈ: ‘એંગ્રી યંગ મેનથી લઇનેશહેંશાહ’, ‘બિગ બીઅનેમહાનાયકબનવા સુધી અમિતાભ બચ્ચનની હેલ્થે કેરિયરનાં 50 વર્ષ દરમિયાન અનેકવાર તેમનો સાથ છોડ્યો છે. ઘણીવાર એવું થયું કે જ્યારે અમિતાભ બચ્ચન હૉસ્પિટલમાં ભર્તી હોય અને દુનિયાભરનાં તેમના ફેન્સ તેમની જિંદગી માટે પ્રાર્થનાઓ કરે. બધાથી ઝઝુમવા છતા આજે તેઓ ટીવીથી લઇને મોટા પડદે અને સોશિયલ મીડિયા પર સક્રિય છે. એક પછી એક હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો કોઇપણ માટે સરળ નથી. બિગ બી માટે પણ નહતુ. તેમનું પેશન અને ફેન્સની પ્રાર્થનાઓ તેમને આગળ વધારતી ગઈ. વર્ષ 1982માં ફિલ્મકુલીની શૂટિંગ દરમિયાન તેમને ઇજા થઈ હતી જેમાં તેમનું ઘણું લોહી વહી ગયુ હતુ. સ્થિતિ એવી હતી કે ડૉક્ટરોએ તેમને ક્લીનિકલી ડેડ જાહેર કરી દીધા હતા. ચારેય બાજુથી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. પ્રાર્થનાઓનું ફળ પણ મળ્યું અને બિગ બી ફરી પોતાની ફિલ્મોની દુનિયામાં પરત ફર્યા. કહેવામાં આવે છે કે ઘણું લોહી વહી જવાના કારણે એક્સિડિન્ટ 200 ડૉનર્સ દ્વારા તેમને 60 બોટ લોહી ચઢાવવામાં આવ્યું હતુ. આનાથી તેઓ તે દરમિયાનનાં સંકટમાંથી બહાર આવી ગયા હતા, પરંતુ તે દરમિયાન એક અન્ય બીમારી તેમને ઘેરી વળી જેની ખબર 18 વર્ષ પછી તેમને પડી. તમને જાણીને આશ્ચર્ય થસે કે બિગ બી ફક્ત 25 ટકા લિવરનાં સહારે જીવિત છે. હેપેટાઇટિસ ઇન્ફકેશનનાં કારણે તેમનું 75 ટકા લિવર ખરાબ થઈ ચુક્યુ છે. એટલું નહીં, ત્યારબાદ તેમને માંસપેશિયો સંબંધિત બીમારી માએસ્થેનિયા ગ્રેવિસ પણ થઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું. આમા માંસપેશિયોનું નર્વસ સીસ્ટમ સાથે કનેક્શન ટૂટી જાય છે. જણાવવામાં આવે છે કે બીમારી તેમને એક્સિડેન્ટ પછી દવાઓનું વધારે પડતુ સેવન કરવાને કારણે થઈ હતી. કારણે તેઓ માનસિક અને શારીરિક રીતે નબળા પડી ગયા હતા, તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. બીમારીથી ઉભરીને ફરી એકવાર તેમણે સાબિત કર્યું કે આખરે તેમને મહાનાયક કેમ કહેવામાં આવે છે. તેમને અસ્થમા પણ છે.કેટલાક સમય પહેલા તેમને એબડોમિનલ સર્જરી પણ થઈ છે. વર્ષ 2005માં તેમના પેટમાં દુ:ખાવો થયો, ત્યારે અંદાજો લગાવવામાં આવ્યો કે ગેસ્ટ્રો સંબંધી સમસ્યા છે, પરંતુ ચેકઅપમાં સામે આવ્યું કે તેમને ઇન્ટેસ્ટાઇન સંબંધિત સમસ્યા છે. બીમારીમાં નાનું અને મોટુ આંતરડુ નબળુ પડી જાય છે અને તેમા સોજો આવી જાય છે.

 

(4:51 pm IST)