Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

દિલ્હીના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ગાયક પંકજ ઉધાસે કરી અપીલ

નવી દિલ્હી: બોલીવુડના લોકપ્રિય ગઝલ ગાયક પંકજ ઉધાસે દિલ્હીના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરી છે. પંકજે દિલ્હીના શહેરીજનોને અપીલ કરતા કહ્યું કે નાની અમથી ભૂલ મોટું સ્વરૂપ લઇ શકે છે. દિલ્હીના ટ્રાફિક પોલીસ દ્વારા વિડિઓ ટ્વિટ કર્યો છે. જેમાં ઉધાસ કહી રહ્યં છે કે રસ્તા પરની સુરક્ષા આખા દેશ માટે મહત્વપૂર્ણ મુદ્દો છે. અને નાની અમથી ભૂલ મોટી મુસીબત લાવી શકે છે. હેલ્મેટ હમેશા સ્કૂટર ચલાવતી વખતે પહેરો. લાલા સિગ્નલ પર હેમસ ઉભા રહો. પોતાની લાઈન મૂકીને બીજી લાઈનમાં જવાનું મૂકી ડો. જો ટ્રાફિકના નિયમોનું કરશો પાલન તો જિંદગી રહેશે સલામત.

(4:51 pm IST)