Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

શિવાજીના પાત્રમાં નજરે પડશે સલમાન ખાન

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન સિલ્વર સ્ક્રીન પર હવે શિવાજીના પાત્રમાં નજરે પડશે. અજય દેવગનની બની રહેલ ફિલ્મ તાનાજીમાં સલમાન ખાન રોલ ભજવે તેવી શક્યતાઓ છે. ફિલ્મમાં સૈફ અલી ખાન નેગેટિવ રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં શિવાજીનું પાત્ર મુખ્ય હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે અજય દેવગને સલમાન ખાન સાથે શિવાજીનું પાત્ર કરવા માટે ચર્ચા કરી છે. અને સલમાને રોલ કરવાની પણ હા કહી દીધી છે.

 

(4:43 pm IST)