Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

'MeToo'ના ભરડામાં ‘સંસ્‍કારી બાબુ' આલોકનાથઃ મહિલા પ્રોડયુસે લગાવ્‍યો બળાત્‍કારનો આરોપ

નાના પાટેકર, કૈલાશ ખેર અને વિકાસ બહલ બાદ હવે ટીવી અભિનેતા વિવાદમાં

મુંબઇ તા. ૯ : તનુશ્રી દત્તાના મામલા બાદ મહિલાઓ પોતાની વિરૂધ્‍ધ શોષણ અંગે ખુલ્લેઆમ બહાર આવી રહી છે. નાના પાટેકર, કૈલાશ ખેર, વિકાસ બહલ પર લાગેલા યૌન શોષણ અને હિંસાના આરોપો બાદ હવે રાઇટર અને ફિલ્‍મમેકર વિંટા નંદાએ સંસ્‍કારી બાબુ' આલોકનાથ વિરૂધ્‍ધ યૌન શોષણનો આરોપ મૂક્‍યો છે.

વિંટાએ એક લાંબી ફેસબુક પોસ્‍ટ થકી સમગ્ર મામલાને પબ્‍લીક સામે રાખ્‍યો છે. વિંટાએ આલોકનાથનું નામ લખ્‍યા વગર લખ્‍યું છે કે, તેમણે મારી સાથે શારીરિક દુર્વ્‍યવહાર કર્યો હતો. ૧૯૯૪માં હું શો તારા' માટે કામ કરતી હતી.

વિંટાએ પોતાની વાત લખી એટલું જ નહિ એ શો દરમિયાન લીડ એકટ્રેસ નવનીત નિશાન સાથે થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્‍યાં એક સીન દરમિયાન આલોક પહેલા સેટ પર દારૂ પીને આવ્‍યા અને પછી તે શોટ દરમિયાન નવનીત ઉપર પડયા હતા. જે પછી નવનીતે તેમને લાફો પણ માર્યો હતો.

જો કે આ બાબતે આલોકનાથે કહ્યું છે કે, હાલ હું ચુપ રહીશ. સમય આવ્‍યે કહીશ.

(10:55 am IST)