Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

લાઇફ ઇન એ મેટ્રોની સિક્‍વલમાં આદિત્‍ય પણ થયો સામેલ

અનુરાગ બાસુ ઘણા સમયથી લાઇફ ઇન એ મેટ્રોની સિક્‍વલની તૈયારી કરી રહ્યો છે. હવે તેણે આ ફિલ્‍મના કલાકારોનું લિસ્‍ટ ફાઇનલ કરી લીધુ છે. ફિલ્‍મમાં અભિષેક બચ્‍ચન, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ અને આદિત્‍ય રોય કપૂરને લેવામાં આવ્‍યા છે. અનુરાગની સુપરહિટ ફિલ્‍મ લાઇફ ઇન એ મેટ્રોની સિક્‍વલમાં મોટા શહેરોમાં રહેતાં લોકોની કહાની છે. ચાર એવા પાત્રો છે જેની અલગ-અલગ કહાની હશે. આ પાત્રો અભિષેક, ફાતિમા, રાજકુમાર અને આદિત્‍ય નિભાવશે. હાલમાં સ્‍ક્રિપ્‍ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ફિલ્‍મ માટે સોૈથી પહેલા કરીના કપૂરનો સંપર્ક કરાયો હતો અને અર્જૂન કપૂરનું નામ પણ સામે આવ્‍યું હતું. પણ હવે ચાર કલાકારો ફાઇનલ થઇ ગયા છે. આદિત્‍ય મહેશ ભટ્ટની સડક-૨માં આલિયા ભટ્ટ સાથે પણ ફાઇનલ થયો છે.

(10:15 am IST)