Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

શશાંક સાથે જાસૂસી થ્રિલર ફિલ્‍મમાં વરૂણ

ફિલ્‍મ રણભૂમિની પહેલા વરૂણ ધવન અને શશાંક ખેતાન વધુ એક ફિલ્‍મ સાથે કરી રહ્યા છે. ધર્મા પ્રોડક્‍શનમાં બનનારી આ જાસૂસી થ્રિલર ફિલ્‍મ છે. હાલમાં વરૂણ રેમોની ડાન્‍સ ફિલ્‍મ કરી રહ્યો છે. એ પછી શશાંકની ફિલ્‍મ શરૂક રશે. આ ફિલ્‍મમાં વરૂણ ભારતીય એજન્‍ટની ભૂમિકામાં છે. વરૂણ અને શશાંક આ પહેલા બે સુપરહિટ ફિલ્‍મો હમ્‍પટી શર્મા કી દુલ્‍હનિયા અને બદ્રીનાથ કી દુલ્‍હનિયા આપી શક્‍યા છે. ધર્મા પ્રોડક્‍શને આ જોડી સાથે મળી રણભૂમિ નામની ફિલ્‍મની જાહેરાત કરી છે. પણ એ પહેલા એક્‍શન-થ્રિલર ફિલ્‍મ રિલીઝ થશે. ફિલ્‍મ ૨૦૧૯માં ફલોર પર જશે. શશાંકે કહ્યું હતું કે હું વરૂણ સાથે થ્રિલર ફિલ્‍મ કરી રહ્યો છું. હાલમાં સ્‍ક્રિપ્‍ટનું કામ ચાલી રહ્યું છે. આ કહાની એવી છે જે આ પહેલા મેં અને વરૂણે કદી કરી નથી. વરૂણની આગામી ફિલ્‍મોમાં કલંક, ફાઇવ સહિત સામેલ છે. તેની અનુષ્‍કા સાથેની સુઇધાગા પણ હિટ નિવડી ચુકી છે.

(10:16 am IST)