Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બે મહિલાઓએ રજત કપૂર પર લગાવ્‍યો જાતીય સતામણીનો આક્ષેપ

રજત કપૂરે આ મુદ્દે ટ્‍વિટર પર માફી માગી

મુંબઇ તા. ૯ : બોલિવૂડના અભિનેતા અને દિગ્‍દર્શક રજત કપૂર પર ૨ મહિલાઓએ જાતીય સતામણીનો આક્ષેપ લગાવતા રજત કપૂરે તેના ટ્‍વિટર પર આ મુદ્દે માફી માગી છે. રજત કપૂરે ટ્‍વિટ કરતા લખ્‍યું છે કે મેં મારા સમગ્ર જીવનમાં એક યોગ્‍ય વ્‍યક્‍તિ બનવાનો પ્રયત્‍ન કર્યો છે અને સાથે જે સાચુ છે તેની સાથે રહેવાનો પ્રયત્‍ન કર્યો છે. જો મારા કાર્ય અથવા મારા શબ્‍દો થકી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માગુ છું. મારા માટે સારા કામ કરતા પણ જો કોઈ વધારે મહત્‍વની કોઈ વસ્‍તુ હોય તો તે એક સારા વ્‍યક્‍તિ બનવું તે છે. અને હવે હું સારા વ્‍યક્‍તિ બનવાના બને તેટલા વધુ પ્રયત્‍ન કરીશ.

પત્રકાર સંધ્‍યા મેનને તે બે મહિલાઓની ટેલિફોનિક વાતચીતના કેટલાક અંશ શેર કર્યા હતા કે જેમાં જણાઈ આવે છે કે ફોન પર રજત કપૂરે તે મહિલાઓની જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જાતીય સતામણીનો ભોગ બનેલ મહિલા પત્રકારે જણાવ્‍યું કે વર્ષ ૨૦૦૭માં તેની રજત કપૂરની સાથે ફોન પર વાતચીત થઈ હતી તે દરમિયાન રજત કપૂરે તે મહિલાને શું તું તારા અવાજ જેટલી જ સેક્‍સી છે તેવા પ્રશ્નો પૂછ્‍યા હતા અને તેની બોડી વિશેના માપ પણ પૂછ્‍યા હતા.

આ સિવાય અન્‍ય મહિલાને રજત કપૂરે તેના ખાલી મકાનમાં શૂટ કરવા માટેનું કહ્યું હતું, આ ઘટના ૧૦ વર્ષ પહેલાની છે અને તે દરમિયાન આ મહિલા રજત કપૂરની સાથે આસિસ્‍ટન્‍ટ ડિરેક્‍ટર તરીકે કાર્ય કરતી હતી. આ ઘટના બાદ રજત કપૂરે ટ્‍વિટર પર માફી માગી છે.

(10:13 am IST)