Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

નવોદિત હિતેષનું કામ સૌને ગમ્યું

ડિજીટલ પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ થકી અનેક નવા કલાકારો પણ કાઠુ કાઢી રહ્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત અને અતુલ સબરવાલ નિર્દેશીત ફિલ્મ 'કલાસ ઓફ ૮૩'ને ચાહકોએ ખુબ પસંદ કરી છે. આ ફિલ્મથી બોબી દેઓલે પણ ડિજીટલ ડેબ્યુ કર્યુ છે. આ ઉપરાંત પાંચ યુવા અભિનેતાઓએ પણ પોતાના અભિનય થકી બધાનું ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી છે. ફિલ્મમાં એક અભિનેતા હિતેષ ભોજરાજ પણ છે. તેણે આ ફિલ્મમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચના એક અધિકારી વિષ્ણુ વર્દેનું પાત્ર ભજવ્યું છે.

હિતેષ મુળ મુંબઇનો જ છે. તેણે નાટકોમાં કામ કર્યુ છે. તે આઠ વર્ષની ઉમરે જ પ્રોફેશન નાટકોમાં કામ કરવા માંડ્યો હતો. હવે કલાસ ઓફ ૮૩ થકી તેને ફિલ્મમાં કામ મળ્યું છે. તે શાસ્ત્રીય સંગીતની તાલિમ પણ લઇ ચુકયો છે અને કિશોર કુમાર તેના આદર્શ છે. અભિનય સાથે ગાયકીમાં પણ તે આગળ વધવા ઇચ્છે છે.  એમબીએ કર્યા પછી તે અભિનયના ફિલ્ડમાં આવ્યો છે. તે કહે છે અમે બોબી દેઓલને મળ્યા ત્યાં જ મારા મગજમાં દુનિયા હસીનો કા મેલા...ગીત વાગવા માંડ્યું હતું. પહેલી વખત મળતાં ડર લાગ્યો હતો. પણ તેણે અમને ખુબ પ્રેમાળ વર્તનથી મિત્ર અને મદદગાર બનાવી લીધા હતાં. શાહરૂખે નેપોટિઝમના વિવાદ વચ્ચે એક સાથે પાંચ નવોદિતોને કામ આપ્યું છે.

(9:47 am IST)