Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અક્ષય કુમારને બોલિવૂડનો ખેલાડી કેમ કહેવાય છે ? જાણો રહસ્ય

નવી દિલ્હી: અક્ષય કુમારને બોલીવુડનો ખેલાડી કેમ કહેવામાં આવે છે? ક્યારેય વિચાર્યું છે... હંમેશા લોકો આ વિચારતા હશે કે 1992માં આવેલી ફિલ્મ ખિલાડીથી તેમને આ નામ મળ્યું છે. પરંતુ અક્ષયે તેની આ ઓળખ અત્યાર સુધી સફળ રાખી છે. 1992થી લઇને અત્યાર સુધીની તેમની લગભગ ફિલ્મોમાં અક્ષયને એક ખેલાડીના રૂપમાં જોવા મળ્યો છે. જે રીતે એક ખેલાડીની ફિટનેસ આપણને રમતના મેદનામાં જોવા મળે છે, એ જ રીતે અક્ષયની ફિટનેસ આપણને તેમની ફિલ્મોમાં જોવા મળે છે.

અક્ષય કુમાર આજે તેના 52માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1967માં પંજાબના અમૃતસરમાં થયો હતો. અક્ષય કુમાર તેની ફિટનેસને લઇને ખુબ જ ધ્યાન આપે છે. હાલમાં જ પીએમ મોદીના ઇન્ટરવ્યૂ લેનાર અક્ષય કુમાર તેને જણાવ્યું હતું કે, તેને યોગથી ખુબજ પ્રેમ છે અને તે દરરોજ યોગ કરે છે. આ ઉપરાંત તે તેની બોડી ફિટ રાખવા માટે દરરોજ સાયકલ ચલાવે છે.

આ ઉપરાંત રમત અને સ્વિમિંગ દ્વાર પણ તે ખુબજ ફીટ રહે છે. અક્ષય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણો એક્ટિવ રહે છે અને હંમેશા તે તેના ફિટનેશ વીડિયો અહીં શેર કરતો રહે છે. આ ક્રમમાં અમે તેના ઇન્સ્ટાગ્રામ પરથી કેટલાક વીડિયો તમારી સામે લાવ્યા છે. જેને જોયા બાદ તમે જાણી જશો કે અક્ષય કુમારનો ફિટનેસ મંત્ર કયો છે...

 

(5:18 pm IST)