Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કરણની નજરે અનન્યા બની રહી છે નવી આલિયા

આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. તે પહેલેથી જ કરણની પસંદીદા અભિનેત્રી રહી છે. જો કે કરણ હવે અનન્યા પાંડેને નવી આલિયા ભટ્ટ માનવા લાગ્યા છે. અનન્યા પાંડેની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ભલે બોકસ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી ન હોઇ પરંતુ તે સ્ટાર બની ચુકી છે. તે પોતાની ઓળખ ઉભી કરવામાં પણ સફળ થઇ છે. અસંખ્યા ચાહકો અનન્યાએ ઉભા કરી લીધા છે. હાલમાં તે કાર્તિક આર્યન સાથે પતિ પત્નિ ઓૈર વો અને ઇશાન ખટ્ટર સાથે ખાલીપિલી નામની ફિલ્મ કરી રહી છે. કરણ જોહર અનન્યા પાંડેની આ પ્રગતિથી ખુશ છે. તે તેને નવી આલિયા ભટ્ટ તરીકે સંબોધીત કરી રહ્યો છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં અનન્યા પાંડે અને તારા સુતારીયા મુખ્ય અભિનેત્રી હતી. આલિયા ભટ્ટ પણ એક ગીતમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે અવાર-નવાર જુદી જુદી પાર્ટીઓમાં એક  સાથે જ જોવા મળે છે. બંને વચ્ચે સારી મિત્રતા છે.

(9:57 am IST)