Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રાજકુમાર-પ્રિયંકાની ફિલ્મનું વર્ષના અંતમાં શુટીંગ

પ્રિયંકા ચોપડા નિક જોનાસ સાથે લગ્ન પછી બોલીવૂડ કરતાં હોલીવૂડમાં વધુ કામ કરી રહી છે. જો કે હાલમાં તેની હિન્દી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્ક બની રહી છે. જેમાં તે  ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે કામ કરી રહી છે. હોલીવૂડ-બોલીવૂડ બંનેમાં નામના મેળવી ચુકેલી પ્રિયંકા પણ હવે બીજા સ્ટારની જેમ ડિજિટલ પ્લેટફોર્મમાં એન્ટ્રી કરી રહી છે. નેટફિલકસની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરમાં તે પહેલી વખત રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. લેખક અરવિંદ અડિગાની બૂક ધ વ્હાઇટ ટાઇગર પરથી આ ફિલ્મ બનાવાઇ રહી છે. જેમાં નવોદિત આદર્શ ગોૈરવ પણ કામ કરી રહ્યો છે. નિર્દેશક રામિન બહરાનીની આ ફિલ્મનું ભારતમાં આ વર્ષના અંતમાં શુટીંગ શરૂ થશે. રાજકુમાર અને પ્રિયંકા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. પ્રિયંકાએ કહ્યું હતું કે હું આ માર્મિક કહાની સાથે જોડાઇને રોમાંચીત છું. મેં બૂક વાંચતા જ કહાનીથી પ્રભાવીત થઇ ગઇ હતી. રાજકુમારે કહ્યું હતું કે આ વિશ્વસ્તરીય પ્રોજેકટ છે, તેની સાથે જોડાવું આનંદદાયક છે.

(9:56 am IST)