Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ટ્રોલર્સને દિવ્‍યાંકા ત્રિપાઠીએ આપ્‍યો જડબાતોડ જવાબ

ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી દિવ્‍યાંકા ત્રિપાઠી પોતાની વાતને બેબાક પણે રજૂ કરી દેવામાં માને છે. તાજેતરમાં તેણે ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્‍યો હતો. દિવ્‍યાંકાને તેના વધેલા વજન બાબતે અમુક ટ્રોલર્સએ ન કહેવાના શબ્‍દો કહ્યા હતાં. તો અમુકે તે પ્રેગનન્‍ટ હોવાની વાત કહી દીધી હતી. આ કારણે ખુબ ગુસ્‍સે ભરાયેલી દિવ્‍યાંકાએ આ ટ્રોલર્સને શરમ કરવાનું કહી તેને આકરો જવાબ દીધો હતો. એક વિડીયોમાં દિવ્‍યાંકા ડાન્‍સ કરતી જોવા મળી હતી. એ સાથે જ અમુકે કોમેન્‍ટ કરી હતી. તેની સામે દિવ્‍યાંકાએ લખ્‍યું હતું કે મારી પાસે સપાટ પેટ નથી. મને બીજી વખત ન પુછતા કે હું પ્રેગનન્‍ટ છું કે જાડી થઇ ગઇ છું. મેં પહેલા આ વિડીયો હટાવી દેવાનું વિચાર્યુ હતું. પણ હવે એવું નહિ કરું. હું એવા બેવકુફ સોશિયલ મિડીયા યુઝર્સને ધિક્કારુ છું કે જેની પાસે જરાપણ સંવેદનશીલતા નથી. જો તમે ખરાબ હો તો હું પણ શૈતાન છું.

(12:14 pm IST)