Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અંખિયો સે ગોલી મારે પર રવીના ટંડન અને ગોવિંદાએ રીક્રીએટ કર્યો ડાન્સ

'નચ બલિયે' સીઝન ૯માં રવીના ટંડન અને ગોવિંદાએ 'અંખિયો સે ગોલી મારે' ગીત પર શાનદાર ડાન્સ કર્યો હતો. સ્ટાર પ્લસ પર દર શનિવારે અને રવિવારે રાતે ૮ વાગે આવતા આ શોમાં આ વખતની થીમ 'હમ તુમ ઔર વો' છે. ૯૦ના દાયકામાં રવીના ટંડન અને ગોવિંદાની જોડી ખૂબ હીટ હતી. તેમણે 'દુલ્હે રાજા'માં સાથે કામ કર્યું હતું. આ જ ફિલ્મના ફેમસ ગીત 'અંખિયો સે ગોલી મારે' પર પર્ફોર્મ કરીને આ બન્નેએ આ શોમાં દઅલગ જાદુનું નિર્માણ કર્યું હતું. તેમના ફેન્સ માટે આ બન્નેને ફરી એક વાર સાથે જોવાં એક લહાવો છે. આ ગીત આજે પણ લોકોને ખૂબ પસંદ કરે છે. તેમનો ધમાકેદાર પર્ફોર્મન્સ તો સ્પર્ધકોને પણ જોશ પૂરૃં પાડશે. (૭.૧૦)

(11:41 am IST)