Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અજય અને અભિષેક સાથે ઇલિયાનાને મહત્વનો રોલ

અજય દેવગણ અને અભિષેક બચ્ચન ફરી એક વખત સાથે કામ કરવાના છે. આ બંનેએ અગાઉ એલઓસી, ઝમીન, યુવા અને બોલ બચ્ચનમાં સાથે કામ કર્યુ છે. સાત વર્ષ પછી ફરીથી બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. આ ફિલ્મમાં અજય નિર્માતા તરીકે પણ જોડાયેલો હશે. ફિલ્મમાં અભિષેક અને ઇલિયાના મુખ્ય રોલમાં હશે. ડ્રામા જોનરની આ ફિલ્મનું નિર્દેશન કૂકી ગુલાટીને સોંપાયુ છે. ઇન્દ્ર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં કૂકીએ ક્રિએટીવ ડાયરેકટર તરીકે કામ કર્યુ હતું. ચર્ચા છે કે ૧૯૯૦ થી ૨૦૦૦ વચ્ચે બનેલી અમુક સત્ય ઘટનાઓ પર આ ફિલ્મ આધારીત છે, જેના કારણે ભારતની ફાયનાન્સીયલ બાબતો પર અસર પડી હતી. અજયને આ વિષય ખુબ ગમતા તેણે કામ કરવાની હા પાડી દીધી હતી. ઇલિયાનાનો ફિલ્મમાં ખાસ રોલ છે. જો કે તેની જોડી અભિષેક સાથે નથી. આ માટે વધુ એક હિરોઇનની શોધ થઇ રહી છે. આ વર્ષના અંતમાં શુટીંગ શરૂ કરવામાં આવશે. અજય હાલમાં ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના શુટીંગમાં વ્યસ્ત છે. અભિષેકને લાંબા સમયથી એક હિટ ફિલ્મની શોધ છે.

 

(9:44 am IST)