Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કરણ જોહરની ફિલ્મ ગુડ ન્યુઝ કરવાની કરીના કપૂરે હા ભરી

મુંબઇ:  ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાને ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ ગૂડ ન્યૂઝ સ્વીકારવા ઉપરાંત બીજી બે ફિલ્મો સ્વીકારી હોવાનું કહેવાય છે. વીરે દી વેડિંગની સફળતા પછી એણે પોતાની ફીમાં પચાસ ટકા વધારો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. કરીનાની નિકટનાં સૂત્રોએ કહ્યું કે વીરે દી વેડિંગમાં ચાર હીરોઇન હતી પરંતુ ફિલ્મનો ઉપાડ અને ક્લાયમેક્સ કરીના પર આધારિત હતા એટલે ફિલ્મ હિટ નીવડયાનો યશ એને વધુ મળ્યો હતો. પછી એણે પોતાની ફીમાં પચાસ ટકાનો વધારો કરી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વીરે દી વેડિંગ માટે એને સાત કરોડ રૃપિયા ચૂકવાયા હતા પરંતુ હવે ફિલ્મ દીઠ દસ કરોડ માગી રહી છે. જો કે એના મહેનતાણાનો આધાર કેટલા દિવસનું કેટલું શૂટિંગ છે એને આધારે નક્કી કરે છે. ક્યારેક દસ કરોડથી વધુ પણ માગી શકે છે. એને સાઇન કરનારા સર્જકો એની માગણી સ્વીકારી રહ્યા છે. એમને ખબર છે કે કરીનાનું નામ ફિલ્મના દર્શકોને થિયેટર તરફ ખેંચી લાવશે. એટલે અત્યારે એની માગણી તરત સ્વીકારી લેવામાં આવે છે. અત્યારે સૌથી વધુ મહેનતાણું દીપિકા પાદુકોણ (12 કરોડ) મેળવે છે. બીજા ક્રમે પ્રિયંકા ચોપરા છે જે મહેનતાણા ઉપરાંત હવે નફામાં શૅર માગતી થઇ છે.

(4:15 pm IST)