Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જી.પી.દત્તાની 'પલટન'માં ભારતીય સેનાના 300 જવાનો નજરે પડશે

મુંબઇ: સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તાની ફિલ્મ પલટનમાં ભારતીય લશ્કરના ૩૦૦ જેટલા જવાનો અધિકારીએા ચમક્યા હોવાની માહિતી મલી હતી. ૧૯૬૭માં થયેલા નાથુ લા પાસના જંગની કથા ધરાવતી ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ જબરી છે. હર્ષવર્ધન રાણે, જેકી શ્રોફ, સોનુ સૂદ વગેરેને ચમકાવતી ફિલ્મમાં સંરક્ષણ મંત્ર્યાલયની આગોતરી પરવાનગી લઇને જે પી દત્તાએ સાચુકલા સૈનિકો અને અફસરોને રજૂ કર્યા છે. અગાઉ અભિષેક બચ્ચન મુખ્ય રોલ કરવાનો હતો પરંતુ પાછળથી એણે અકળ કારણોસર ફિલ્મ છોડી દીધી હતી. એના સ્થાને હર્ષવર્ધન રાણે આવ્યો હતો જેના કામથી ખુશ થઇને દત્તાએ એને પોતાની આગામી ત્રણ ફિલ્મોમાં લેવાનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. લડાખ વિસ્તારમાં જ્યાં બારેમાસ થીજાવી દેતી ઠંડી હોય છે ત્યાં દત્તાએ ૫૬ દિવસ સુધી શૂટિંગ કરવાનો એક રેકોર્ડ પણ કર્યો હતો. યુદ્ધનાં દ્રશ્યો વિસ્તારમાં ઝડપ્યાં હતાં. નાથુ લા પાસ પાસે ચીને સિક્કીમ પર કબજો જમાવવા આક્રમણ કર્યું હતું જેને ભારતીય લશ્કરના જવાનોએ જડબાતોડ જવાબ આપીને નિષ્ફળ બનાવ્યું હતું.

(4:14 pm IST)