Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મારે હવે નવી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પડવું છે: જોન અબ્રાહમ

મુંબઇ:  અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે મને પૂરતી સફળતા મળી ચૂકી છે. હવે મારે નવી પ્રતિભાઓને આગળ આવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવું છે. વીકી ડોનર જેવી ફિલ્મથી આયુષમાન ખુરાનાને તક આપનારા જ્હૉને કહ્યું કે આપણા દેશમાં પ્રતિભાની જરાય કમી નથી. પરંતુ સાવ નવોદિતોને બોલિવૂડમાં શી રીતે પ્રવેશવું અને કેવી રીતે આગળ વધવું એની માહિતી કે સૂઝ સમજ હોતાં નથી. મારે હવે નવી પ્રતિભાઓને તક આપતી ફિલ્મો બનાવવી છે. જ્હૉને કહ્યું કે નિર્માતા તરીકેની મારી પહેલી ફિલ્મ વીકી ડોનર વખતે શૂજિત સરકારે મને મુખ્ય રોલની ઑફર કરી હતી. મેં એને કહ્યું કે આયુષમાન યોગ્ય પસંદગી છે. એને તક આપો. આયુષમાન ઝળક્યો અને આજે જે સ્થાને છે ત્યાં પહોંચી શક્યો. મારા નાના ભાઇ જેવો છે અને હું એને સ્નેહ કરું છું.

(4:14 pm IST)