Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રણબીર કપૂરને બે હીરોવાળી ફિલ્મો પસંદ નથી

મુંબઇ : 'સંજુ ફિલ્મની સફળતાએ રણબીર કપૂરમાં આત્મવિશ્વાસ ઉત્પન કર્યો છે. હવે તે કોઇ એવું પગલું નથી ભરવા માંગતો જેનાથી તેની સફળતામાં અવરોધ પેદા કરે. ફિલ્મમાં એક હીરો તરીકે રણવીર સિંહ પણ હોવાથી રણબીર કોઇ જોખમ ઉઠાવવા માંગતો નહોતો.

 

રણબીર બરાબર સમજી રહ્યો છે કે રણવીર તેજીથી ઊભરી રહ્યો છે. તેની ફિલ્મો રૃપેરી પડદે ટંકશાળ પાડી રહી છે. તેથી જો રણબીર તેની સાથે કામ કરે તો તેની સરખામણી રણવીર સિંહ સાથે થાય જે જુનિયર કપૂરને પસંદ નહોતું. ઉપરાંત રણબીર હવે બે અભિનેતાવાળી ફિલ્મો કરવા માંગતો નથી. 'સંજુ  બાદ તેને ફિલ્મો કરવી છે જેમાં તે સોલો હીરો  હોય.
હાલમાં રણબીરને તેના પસંદગીના દિગ્દર્શકે એક ફિલ્મ ઓફર કરી હતી. રણબીરને સ્ક્રિપ્ટ પણ પસંદ પડી હતી. પરંતુ તેની જેવી ખબર પડી કે અન્ય એક હીરો પણ ફિલ્મનો હિસ્સો છે તેથી તેણે તરત ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. દિગ્દર્શક જુનિયર કપૂરનો ઉત્તર સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો હતો.

(4:13 pm IST)